Rajkotમાં પતરાના બેરલની આડમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયા

પીસીબીએ રૂ. 5.99 લાખના મુદ્દામાલ સાથે બે રાજસ્થાની શખ્સોને દબોચ્યા

 દારૂનો જથ્થો મંગાવનાર આંતરરાષ્ટ્રીય વોટ્સઅપ નંબરવાળા બુટલેગરની શોધખોળ

RAJKOT,તા,02
પીસીબી બ્રાન્ચને મજબૂત બનાવી દારૂ – જુગારના દરોડા પાડવાની છુટ મળતા જ દરરોજ શહેરમાંથી વિદેશી અને દેશી દારૂનો જથ્થો પકડાય રહ્યો છે. ત્યારે પીસીબીએ વધુ એકવાર શહેરના કુવાડવા રોડ પરથી પતરાના બેરલની આડમાં રાજસ્થાનથી લવાયેલ 720 દારૂના ચપલા સાથે બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પીસીબીએ દારૂ, વાહન સહીત કુલ રૂ. 5.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આંતરરાષ્ટ્રીય વોટ્સઅપ નંબર ધરાવતા બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર પીઆઈ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીસીબીની ટીમ પેટ્રોલિંગ કરી હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઇ મારૂ, કોન્સ્ટેબલ વિજયભાઈ મેતા અને યુવરાજસિંહને મળેલી સંયુક્ત બાતમીને આધારે કુવાડવા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીવાળી મહિન્દ્રા પીકઅપ વાહન નંબર આરજે-30-જીબી-0873 મળી આવતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. જે પીકઅપ વાહનમાં પતરાના બેરલમાં છુપાવવામાં આવેલો 180 એમએમના 720 દારૂના ચપલા જેની કિંમત રૂ. 72 હજાર મળી આવ્યો હતો. પીસીબીએ દારૂના જથ્થા સાથે રાજસ્થાનના રાજસમદ તાલુકાના રાજેશચંદ્ર અંબાલાલ સાલવી અને ભીલવાડાના ભવરલાલ જગદીશલાલ લોહારની ધરપકડ કરી છે.
ઝડપાયેલા બંને શખ્સોની દારૂનો જથ્થો મંગાવનાર અંગે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય વોટ્સઅપ નંબર ધરાવતા શખ્સે દારૂ મંગાવ્યાનો ખુલાસો થયો હતો. જે શખ્સને રાજકોટ પહોંચ્યા બાદ ફોન કરવામાં આવતા તે ડિલિવરીનું લોકેશન આપનાર હતો. હવે પીસીબીએ આ આંતરરાષ્ટ્રીય નંબરની તપાસ શરૂ કરી છે.
કુવાડવા રોડ પરથી  કારમાંથી 336 બોટલ દારૂ ઝડપાયો
રાજસ્થાનથી દારૂની 336 બોટલ લઈને આવતી ક્રેટા કારને અમદાવાદ હાઇવે પરથી ઝડપી લેતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ હાઇવે પરથી દારૂ ભરેલી કાર કબ્જે કરી રાજસ્થાની ડ્રાયવરની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે  રાજસ્થાનથી દારૂ ભરીને આવતી કાર અંગે બાતમી મળી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ક્રિષ્ના વોટરપાર્ક નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન જીજે-09-બીએમ-2446 નંબરની ક્રેટા કાર પસાર થતાં તેને અટકાવી ચાલક નરેશ ઓમપ્રકાશ બિશ્નોઈ(ઉ.વ.21 રહે. બારમેર, રાજસ્થાન)વાળાને નીચે ઉતારી કારમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ 336 દારૂની બોટલ મળી આવી હતી

Leave a Comment