Site icon Shri Nutan Saurashtra

Hezbollah Attack, ઈઝરાયલ પર એક પછી એક 30 રોકેટ ઝીંક્યા, આકાશનો રંગ બદલાયો

 Israel,12

હિઝબુલ્લાહએ રવિવારે રાત્રે ઉત્તરી ઇઝરાયેલ પર લેબનોનથી લગભગ 30 રોકેટ છોડીને હુમલો કર્યો હતો. જેના કારણે થોડા સમય માટે આકાશનો રંગ બદલાઈને કેસરી થઈ ગયો હતો. ઇઝરાયેલી આર્મી (IDF) એ સોમવારે જણાવ્યું હતું કે રોકેટ ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હોવાથી કોઈનું મૃત્યુ થયું નથી.

હિઝબુલ્લાએ રોકેટ હુમલાની જવાબદારી લીધી

આઈડીએફના જણાવ્યા અનુસાર, લેબનીઝ વિસ્તારમાંથી ઉત્તરી ઈઝરાયેલના કબારી વિસ્તારમાં રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના જવાબમાં ઇઝરાયેલની સેના લેબનોનના એવા વિસ્તારો પર હુમલો કરી રહી છે જ્યાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા.

X પર IDF એ પોસ્ટ કર્યું હતું કે, ‘છેલ્લી કલાકમાં દેશના ઉત્તરમાં સક્રિય કરાયેલી એલર્ટ ઉપરાંત, લેબનોનના પ્રદેશથી કબારી પ્રદેશ સુધીના લગભગ 30 લૉન્ચ શોધી કાઢવામાં આવ્યા હતા અને ખુલ્લા વિસ્તારોમાં સંખ્યાબંધ ક્રેશ મળી આવ્યા હતા. કોઈ જાનહાનિ નથી.’

હિઝબુલ્લાએ રોકેટ હુમલાની જવાબદારી લીધી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું હતું.

અમેરિકાએ ગાઈડેડ મિસાઈલ સબમરીન તૈનાત કરી

ઇઝરાયેલ પર હિઝબુલ્લાહના હુમલા બાદ, યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને મધ્ય પૂર્વમાં ગાઈડેડ મિસાઇલ સબમરીન તૈનાત કરવાની જાહેરાત કરી હતી. પેન્ટાગોન દ્વારા આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. અમેરિકાએ ઈઝરાયેલની મદદ માટે બે યુદ્ધ જહાજ અને એક સબમરીન મોકલી છે.તાજેતરમાં જ ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. ઈરાને આ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ત્યારથી, ગાઝા યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલ તણાવ ઘણો વધી ગયો છે.

Exit mobile version