Site icon Shri Nutan Saurashtra

શું હાર્દિકને ભૂલીને જીવનમાં આગળ વધી ગઇ છે Natasha ?

બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા ભલે એકબીજાથી અલગ થઇ ચુક્યા છે પરંતુ બંને કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે

Mumbai, તા.૧૮

બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા ભલે એકબીજાથી અલગ થઇ ચુક્યા છે પરંતુ બંને કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે એરપોર્ટ પરથી એક ફોટો શેર કર્યો હતો. ફ્લાઇટ ટેક ઓફ થતાં જોઈને ફેન્સ પણ કન્ફ્યૂઝ થઈ રહ્યાં છે કે, આખરે નતાશા સ્ટેનકોવિક ઇન્ડિયામાં છે કે સર્બિયા પાછી ફરી છે? ફેન્સ પણ તે જાણવા માગે છે કે જો નતાશા સર્બિયા પાછી ફરી છે તો તેનો દીકરો અગસ્ત્ય ક્યાં છે? સોશિયલ મીડિયા પર ફેન્સ ક્યાસ લગાવી રહ્યાં છે કે કદાચ નતાશા દીકરા અગસ્ત્યને હાર્દિક પાસે મૂકીને સર્બિયા પાછી ચાલી ગઈ છે. સાથે જ નતાશાની એક ક્રિપ્ટિક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે જેને જોઈને ફેન્સ પણ કન્ફ્યૂઝ થયા છે.બીજી તરફ નતાશા સ્ટેનકોવિકની ક્રિપ્ટિક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એક્ટ્રેસે કંઈક એવું શેર કર્યું છે જેને ફેન્સ સમજી શકતા નથી. ખરેખર, નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કારમાં બેઠેલી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતી વખતે તેણે એક ક્રિપ્ટિક પોસ્ટ લખી, ‘ર્ત્નરહ ૧૩ઃ૭’ પોસ્ટમાં લખ્યું છે કે તમે અત્યારે નહીં સમજી શકો પરંતુ થોડા સમય પછી તમને સમજાઈ જશે.આ પોસ્ટ શેર કરતી વખતે નતાશા સ્ટેનકોવિક ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેણે ફેન્સને કોઈ સવાલ પૂછ્યો છે. સાથે જ તે કહેવાનો પ્રયાસ કરી રહી છે કે થોડા સમય પછી લોકો ‘જ્હોન ૧૩ઃ૭’ નો અર્થ સમજી જશે. બસ, સમય જ કહેશે કે નતાશા તેની પોસ્ટ દ્વારા ફેન્સને શું મેસેજ આપવા માંગે છે.જણાવી દઈએ કે, નતાશા અવારનવાર પોતાના જિમ વીડિયો શેર કરે છે. એક્ટ્રેસને વર્ક આઉટ કરતી જોઈને ફેન્સ અંદાજ લગાવી રહ્યાં છે કે, હાર્દિક પંડ્યાને ભૂલીને નતાશાએ પોતાના પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. જોકે વીડિયો જોઈને ફેન્સ કન્ફ્યૂઝ થઈ રહ્યાં છે કે, નતાશા ઇન્ડિયામાં છે કે પછી પોતાના પેરેન્ટ્‌સ પાસે સર્બિયા પરત ફરી છે.

 

Exit mobile version