Site icon Shri Nutan Saurashtra

હાર્દિક-સૂર્યકુમાર વચ્ચે ‘ઓલ ઈઝ વેલ’! કેપ્ટન્સીની ડિબેટ વચ્ચે BCCI shared VIDEO

શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં નથી આવી. શુભમન ગિલને ODI અને T20નો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા જે T20 વર્લ્ડ કપમાં વાઈસ કેપ્ટન હતો તેને T20 ફોર્મેટમાં એક ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે.

Delhi, તા.24

પંડ્યાએ ODIમાં પોતાના વ્યક્તિગત કારણોસર હાજર ન રહી શકવા અંગે BCCIને જાણકારી આપી હતી. ત્યારબાદ તે કેપ્ટન્સીની રેસમાંથી બહાર થઈ ગયો છે. સૂર્યકુમાર યાદવ કેવી રીતે ભારતીય T20 ફોર્મેટમાં કેપ્ટન બની ગયો અને હાર્દિક પંડ્યા કેવી રીતે રેસમાંથી બહાર થઈ ગયો તે અંગે ક્રિકેટ પંડિતો વચ્ચે ખૂબ ડિબેટ ચાલી રહી છે.

જોકે, સોશિયલ મીડિયા પર ભલે લોકો સૂર્યા અને હાર્દિકની કેપ્ટનશીપ પર ડિબેટ કરી રહ્યા હોય પરંતુ આ બંને ખેલાડીઓ વચ્ચે બધુ બરાબર છે. શ્રીલંકા પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાનો એક વીડિયો BCCIએ શેર કર્યો છે જેમાં સૂર્ય કુમાર યાદવ અને હાર્દિક પંડ્યા એક બીજાને ગળે લગાવતા નજર આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવર કરી હતી. આ ઓવરમાં હાર્દિકના બોલ પર સૂર્ય કુમારે કેચ કરીને આખી મેચ પલટી નાખી હતી. જોકે, સૂર્ય કુમાર યાદવને શ્રીલંકા પ્રવાસ પર ODI ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો. ચીફ સિલેક્ટર્સ પઁ કહ્યું હતું કે તે T20 પર ફોકસ કરશે.

Exit mobile version