Dhak માં શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિવિધ મંદિરો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

Dhak, તા.૪

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આલેચ પહાડની ટોચે શોભાયમાન દેવાધિદેવ મહાદેવ ડુંગરેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. લોકવાયકા મુજબ પાંડવોએ પણ અહિં રોકાણ કરેલ છે.

દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો તા.૫ ને સોમવારથી શરૂ થશે અને પુર્ણાહુતિ પણ સોમવારે જ થશે ત્યારે ૭૨ વર્ષ પછી આ યોગ આવ્યો છે. જેના કારણે ઢાંકના શિવભકતોમાં ઉજવણીના માહોલ વચ્ચે આનંદની લહેર જોવા મળી રહી છે.

ઢાંકના ડુંગરેશ્વર મહાદેવ મંદિર શિવાય જુના પાદરમાં આવેલ ગ્રામ્ય દેવતા તરીકે જાણીતુ એવું પીપળેશ્વર મહાદેવ, ખાખીબાપુની જગ્યામાં ચંદ્રમોલેશ્વર મહાદેવ, દિવ્યેશ્વર તળાવના કાઠે અને હિંગળાજ માતાજીના પટાંગણમાં શોભાયમાન કામનાથ મહાદેવ, ફાડેશ્વર મહાદેવ, કરણેશ્વર મહાદેવ, ગણેશ મંદિરના સાનિઘ્યમાં આવેલ જાગનાથ મહાદેવ, જુની પોસ્ટ ઓફીસ પાસે આવેલ કોટેશ્વર મહાદેવ સહિત શિવમંદિરો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે.

ઢાંકના ડુંગરેશ્વર મહાદેવ જે આલેચ પહાડની ટોચે શોભાયમાન છે. અહીં જવા માટે મંદિર સુધી સિમેન્ટ રોડ બનાવેલ છે. મંદિરે ઉભા રહીને ઢાંક નગરીનો સુંદર નજારો જોવા મળે છે.

ઢાંકના ડુંગરેશ્વર મહાદેવ મંદિર સવાર-સાંજ ભકતોની ભારે ભીડ રહેશે અને સવાર-સાંજ દિપમાળા તથા વિશેષ પૂજા કરવામાં આવશે. ઢાંકના શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. વહેલી સવારથી જ હર-હર મહાદેવના નાદથી દરેક શિવમંદિરો ગુંજી ઉઠશે.

 

Leave a Comment