Gondal:બંધ મકાનમાંથી રૂ.1,20લાખની ચોરી

પરિવાર ગામડે ગયો ત્યારે ઘરમાં તસ્કરો હાથ ફેરો કરી ફરાર

Gondal,તા.૧૩
 ગોંડલ ભવનાથ પવનચકકી વિસ્તારમાં બે દિવસ પૂર્વે મકાન બંધ કરી પરિવાર પોતાના ગામડે વાસાવડ ગયા હતા ત્યારે પાછળથી બંધ મકાનના તાળા તોડી ઘરમાં પડેલા રૂ.1,20,000ના દાગીના તસ્કરો ચોરી ગયા હતા પરિવારે પરત ફરી જોયું ત્યારે ચોરી થયાની જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
     બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના પવનચક્કી વિસ્તારમાં રહેતા અભિષેકભાઈ હરિભાઈ મયાત્રા ઉવ 41 વાળા ગત તા.10 ના રોજ શનિ રવીની રજા માણવા માટે પોતાનું મકાન બંધ કરીને સહ પરિવાર સાથે પોતાના મૂળ વતન વાસાવડ ગયા હતા ત્યારે ત્યાંથી 11 તારીખે પરત ફર્યા ત્યારે પોતે ડેલિએ મારેલ તાળું તૂટેલું દેખાતા ઘરમાં જઈ તપાસ કરતા રૂમનો દરવાજો પણ તૂટેલો દેખાયો હતો અને સમગ્ર ઘર વખરી વેર વિખેર દેખાઈ હતી તેમજ ઉપરના રૂમના કબાટના ડ્રોવર ખુલ્લા હોય તેમજ બીજા રૂમના સ્લાઇડર કબાટના દરવાજા ખુલ્લા હોય અને તેમાંથી લેડીઝ બ્રેસલેટ ૧.૫ તોલાનુ કિ.રૂ. આશરે ૫૦,૦૦૦/- નુ તથા એક લેડીસ ચેઇન પેન્ડલ સાથે નો આશરે ૧૭ ગ્રામ નો કિ.રૂ. આશરે ૭૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧,૨૦,૦૦૦/-ની કોઈ અજાણ્યા માણસે ચોરી કરી લીધાની જાણ થતા પરિવારે ગોંડલ પોલીસનો સંપર્ક કર્યો હતો ગોંડલ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવની નોંધ કરી ફરિયાદ નોંધી હતી પોલીસે ફરિયાદના આધારે ચોરી કરનાર ગઠિયાની શોધ ખોળ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળ્યું હતુંકે ફરિયાદી અભિષેક ભાઈ કૈલાસ કોમ્પ્લેક્સ ગોંડલ ડ્રીમ્સ ઇન્ફોટેક નામની કોમ્પ્યુટર તથા ઇલેકટ્રોનીક ની દુકાન ધરાવે છે. ફરિયાદીના દાગીના પરત કરાવા માટે પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરી છે.

Leave a Comment