Site icon Shri Nutan Saurashtra

Gold And Silver માં પીછેહટ: કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ ઘટાડો

Mumbai,તા.08

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં પીછેહટ જોવા મળી હતી. વિશ્વ બજારના સમાચાર ઘટાડો બતાવતા હતા  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૨૬૫૩થી ૨૬૫૪ વાળા આજે ઉંચામાં ૨૬૫૯થી ૨૬૬૦ થયા પછી નીચામાં ભાવ ઘટી ૨૬૩૯થી ૨૬૪૦થી ૨૬૪૧ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી આવી રહી હતી.

દરમિયાન,  મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રાના ૯૯.૫૦ના રૂ.૭૫૭૦૦ વાળા રૂ.૭૫૨૮૩ થઈ રૂ.૭૫૬૨૯ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૬૦૦૦ વાળા રૂ.૭૫૫૮૬ થઈ રૂ.૭૫૯૩૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૯૨૫૦૦ વાળા રૂ.૯૧૬૮૪ થઈ રૂ.૯૧૯૪૦ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૨.૧૯થી ૩૨.૨૦ વાળા નીચામાં ૩૧.૪૮ થઈ ૩૧.૫૩થી ૩૧.૫૪ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં  સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૮૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૫૦૦ રહ્યા હતા. જયારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૨૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૯૨થી ૯૯૩ વાળા ૯૭૭ થઈ ૯૭૮થી ૯૭૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૧૩થી ૧૦૧૪ વાળા નીચામાં ૧૦૦૯ થઈ રૂ.૧૦૧૦થી ૧૦૧૧ રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૫ ટકા ઘટયા હતા.

ચીનના બજારો એક સપ્તાહના બંધ પછી મંગળવારથી ફરી ખુલવાના છે  અને તેના પર વૈશ્વિક વિવિધ કોમોડિટીઝના બજારોની નજર રહી હતી.  દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના તેજી આજે આગળ વધી હતી. વોર ઈફેકટ તથા વાવાઝોડાની ઈફેકટ બજાર પર દેખાઈ હતી.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૮.૦૫ વાળા ઉંચામાં ૭૯.૯૪ થઈ ૭૮.૮૭ ડોલર રહ્યા હતા જ્યારે યપએસ ક્રૂડના ભાવ ૭૪.૩૮ ડોલરવાળા ઉંચામાં ૭૬.૪૭  થઈ ૭૫.૨૩ ડોલર રહ્યા હતા. ચીનની નવી લેવાલી  વિશ્વ બજારમાં સોનામાં પાછલા સતત પાંચ મહિનાથી થંભી ગઈ છે. ચીને સપ્ટેમ્બરમાં પણ આવી ખરીદી બંધ રાખી હાવોના સમાચાર મળ્યા હતા.

Exit mobile version