New Delhi,તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના દ્વારા લખાયેલા એક ગરબાને ગાઈને તેની સુંદર પ્રસ્તુતિ કરવા બદલ ગાયિકા પૂર્વા મંત્રીનો આભાર માન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે આજેદેવી દુર્ગાની સ્તુતિ રૂપે લખાયેલા ‘આવતી કળાય માડી આવતી કળાય‘ નામના ગરબો શેર કર્યો. શ્રી મોદીએ ગરબા ગીત ગાવા બદલ ગાયિકા પૂર્વા મંત્રીનો પણ આભાર માન્યો.
“નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે.. #AavatiKalay” આ ગરબો ગાવા અને તેની આટલી સુમધુર રજૂઆત રજૂ કરવા બદલ હું પ્રતિભાશાળી ઉભરતી ગાયિકા પૂર્વા મંત્રીનો આભાર માનું છું.