Site icon Shri Nutan Saurashtra

Rajkot માં મકાનમાંથી જુગારધામ પકડાયું ત્રણ મહિલા સહિત સાત ઝડપાયા

ગોંડલ ચોકડી નજીક  મુરલીધર કાંટા પાસે એલસીબી ઝોન -2 એ  દરોડો પડી  જુગાર રમતા પાંચને ઝડપી લીધા

Rajkot,, તા.૩૧
રાજકોટ શહેરમાં બે સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં સંત કબીર રોડ પર આવેલી રાજારામ સોસાયટીમાં મકાનમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત સાતની ધરપકડ કરી છે ત્યારે ગોંડલ ચોકડી પાસે મુરલીધર ખાટ્ટા પાસે એલસીબી ઝોન ટુ એ દરોડો પાડી  જુગાર રમતા પાંચની ધરપકડ કરી હતી
23,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરમાં દારૂ – જુગારની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આપેલી સૂચના ને પગલે થોરાળા પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. શહેરના સામા કાંઠે આવેલા સંત કબીર રોડ પર આવેલા  રાજારામ સોસાયટી શેરી નંબર 1માં   રહેતા સુરેશ નારાયણ મણીયારના મકાનમાં જુગાર રમાતો હોવાની હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ નીનામા ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એચ.ટી . જીંજાળા સહિત. સ્ટાફે દરોડો પાડી  જુગાર રમતા સુરેશ નારાયણ મણિયાર, અશોક ચમન પારેખ, મિહિર પ્રદ્યુમનભાઈ પારેખ,કેવલ સુરેશ મણિયાર,  વૈશાલીબેન હરીશકુમાર દોશી ,પ્રવિણાબેન અશોકભાઈ પારેખ અને દિવ્યાબેન નરેન્દ્રભાઈ ખત્રીની  ધરપકડ કરી જુગારના પટમાંથી 18600 નો મુદ્દા માલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગોંડલ ચોકડી નજીક મુરલીધર કાંટા પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની એલસીબી – ટુ ના કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે  દરોડો પાડી જુગાર રમતા ભરત કાનજી કંડોલીયા, વિજય ભોવાન તેરૈયા,  અંકુર જયંતીભાઈ વડગામા, કૃષ્ણદેવસિંહ કિશોરસિંહ ગોહિલ અને અનિરુદ્ધસિંહ પ્રવિણસિંહ વાળાની ધરપકડ કરી 14 300 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
Exit mobile version