પૂર્વ રેસલર Vinesh Phogat જુલાના બેઠક પરથી ૬૦૦૦ મતોની બહુમતી સાથે જીત હાંસલ કરી

ગત વખતે કોંગ્રેસ આ બેઠક પર ૧૨ ટકા મત સાથે ત્રીજા ક્રમે હતી

Haryana ,તા.૮

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાલમાં જ રાજકારણમાં જોડાનારી પૂર્વ રેસલર વિનેશ ફોગાટે જુલાના બેઠક પરથી ૬૦૦૦ મતોની બહુમતી સાથે જીત હાંસલ કરી છે.

કોંગ્રેસે વિનેશ ફોગાટને અત્યંત જટિલ બેઠક પરથી ઉમેદવાર બનાવી હતી. જુલાના બેઠક પરથી ફોગાટ પૂર્વ આર્મી કેપ્ટન અને ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગીને ટક્કર આપી રહી હતી. બૈરાગીને ૬૦૦૦ મતોની સરસાઈથી ધોબીપછાડ આપ્યો છે. આ સિવાય જુલાના બેઠક પરથી જેજેપી તરફથી ઉમેદવાર અમરજીત ધંડા, અને આપની રેસલર કવિતા દલાલે ચૂંટણી લડી હતી.

ગત વખતે કોંગ્રેસ આ બેઠક પર ૧૨ ટકા મત સાથે ત્રીજા ક્રમે હતી. જેજેપીના અમરજીત ધાંડા આ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. એક વાત વિનેશ ફોગાટની તરફેણમાં જઈ શકે છે અને તે એ છે કે જેજેપી આ ક્ષેત્રમાં નબળી પડી રહી છે. જેજેપીના મતદારો ભાજપની વિરુદ્ધના મતદારો હતા, તેથી વિનેશ માટે જીતનો માર્ગ સરળ બન્યો હતો.

 

Leave a Comment