BJP ના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્યનું વહેલી સવારે નિધન

Gandhinagar,તા.05

 આજે વહેલી સવારે ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે નિધન થયું છે. 74 વર્ષીય ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય લાંબા સમયથી બિમાર હતા. આ સમાચારથી ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ છવાયો છે.  મળતી માહિતી અનુસાર આજે સવારે ગાંધીનગરના સેક્ટર 27 ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નિકળશે.

ભાજપના પીઢ નેતા ગણાતા શંભુજી ઠાકોર 2007,2012 અને 2017 માં ગાંધીનગર દક્ષિણ મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડેપ્યૂટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.

Leave a Comment