Site icon Shri Nutan Saurashtra

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwal છોડ્યું સીએમ આવાસ

અરવિંદ કેજરીવાલે લુટિયન ઝોનમાં સ્થિત તેમના નવા સરનામાં પર જવા માટે જૂના નિવાસસ્થાન છોડી દીધું

New Delhi,તા.૪

આમ આદમી પાર્ટી AAP ના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે લુટિયન ઝોનમાં સ્થિત તેમના નવા સરનામાં પર જવા માટે તેમના જૂના નિવાસસ્થાન છોડી દીધું. કેજરીવાલ પરિવાર સહિત પાર્ટીના સભ્યો અશોક મિત્તલના ૫, ફિરોઝશાહ રોડ, મંડી હાઉસ નજીક સ્થિત સત્તાવાર નિવાસસ્થાન જવા રવાના થયા હતા..

AAPનું કહેવું છે કે, હવે અરવિંદ કેજરીવાલ ત્યાં સુધી મુખ્યમંત્રી આવાસમાં નહીં રહે જ્યાં સુધી જનતાની અદાલતમાં તે ઈમાનદાર સાબિત ન થાય અને તેમને ફરીથી મુખ્યમંત્રી ન બનાવે. અરવિંદ કેજરીવાલનું નવું સરનામું ૫, ફિરોઝશાહ રોડ હશે. શુક્રવારથી તેઓ છછઁના રાજ્યસભા સાંસદ અશોક મિત્તલના ઘરે રોકાશે. આ બીજી વખત છે જ્યારે તેઓ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં રહેશે. અગાઉ વર્ષ ૨૦૧૪માં તેમને તિલક લેનમાં મકાન ફાળવવામાં આવ્યું હતું. આ પછી તે સિવિલ લાઈન્સમાં શિફ્ટ થઈ ગયા હતા.

ગુરુવારે, AAP મુખ્યાલયમાં, દિલ્હી સરકારના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે કેજરીવાલ શુક્રવારે સત્તાવાર મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન ખાલી કરશે. ઘણા સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ સહિત સમગ્ર દિલ્હીના સમર્થકોએ તેમને તેમના ઘરે રહેવાની ઓફર કરી હતી, પરંતુ કેજરીવાલે તેમના વિધાનસભા મતવિસ્તાર નવી દિલ્હીમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. લોકોએ તેમને અહીંથી ચૂંટ્યા હતા. તેઓ હવે તેમના પરિવાર સાથે અશોક મિત્તલના સત્તાવાર નિવાસસ્થાન ૫, ફિરોઝશાહ રોડ, નવી દિલ્હી ખાતે રહેશે. જ્યારે કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા ત્યારે તેમના પર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું કોઈ દબાણ ન હતું, પરંતુ તેમણે અંગત નિર્ણય તરીકે રાજીનામું આપ્યું હતું.

Exit mobile version