Mumbai,તા.05
વિદેશી વિનિમય અનામતમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. દેશની વિદેશી વિનિમય અનામત 27 સપ્ટેમ્બરે પૂર્ણ અઠવાડિયામાં 12.59 અબજ ડોલર વધીને સર્વોચ્ચ સ્તરે 704.88 અબજ ડોલર પર પહોંચી ગઈ. આનાથી ગયા અઠવાડિયે દેશની વિદેશી વિનિમય અનામત 2.84 અબજ ડોલર વધીને 692.29 અબજ ડોલર પર જઈ પહોંચી હતી. વર્તમાન 12.59 અબજ ડોલર, અત્યાર સુધીની સૌથી વધુ સાપ્તાહિક વધારામાંથી એક છે. આ પહેલી વખત છે જ્યારે અનામત 700 અબજ ડોલરના આંકડાને પાર કરી ગઈ છે.
વિદેશી ચલણ સંપત્તિ 616.15 અબજ ડોલર
ભારતીય રિઝર્વ બેન્કના શુક્રવારે જારી આંકડા અનુસાર 27 સપ્ટેમ્બરે સમાપ્ત અઠવાડિયામાં વિનિમય અનામતનો મહત્વનો ભાગ મનાતી વિદેશી ચલણ સંપત્તિ 10.47 અબજ ડોલર વધીને 616.15 અબજ ડોલર થઈ ગઈ. ડોલરના સંદર્ભમાં ઉલ્લેખિત વિદેશી ચલણ સંપત્તિઓમાં વિદેશી વિનિમય અનામતમાં રાખવામાં આવેલા યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-અમેરિકી ચલણની વધ-ઘટનો પ્રભાવ સામેલ હોય છે.
સમીક્ષા હેઠળ સપ્તાહમાં ગોલ્ડનું મૂલ્ય 2.18 અબજ ડોલર વધીને 65.79 અબજ ડોલર થઈ ગયુ. એસડીઆર 80 લાખ ડોલર વધીને 18.55 અબજ ડોલર થઈ ગયુ. રિઝર્વ બેન્કના આંકડા અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ની પાસે ભારતનો અનામત સ્ટોક 7.1 કરોડ ડોલર ઘટીને 4.39 અબજ ડોલર રહ્યો.