Site icon Shri Nutan Saurashtra

‘વરસાદી કહેર’ છતાં દેશના 36 ટકા જીલ્લામાં ખાદ્ય : August માં ‘જોર’ ઘટશે

દેશ લેવલે જુલાઈમાં સરેરાશ કરતા 9 ટકા વધુ વરસાદ

ભારતના કુલ 742માંથી 233માં વધુ, 245માં નોર્મલ અને 267માં ઓછો વરસાદ

New Delhi,તા. 31
જુલાઈ મહિનો સમગ્ર દેશમાં 9 થી 10 ટકા વધુ વરસાદ સાથે પુરો થઈ રહ્યો છે, જે અત્યાર સુધીની સિઝનના કુલ વરસાદના 2 ટકા વધુ છે. જો કે, ચોમાસું સમગ્ર દેશમાં કંઈક અંશે અવ્યવસ્થિત રહ્યું છે, જેમાં મધ્ય અને દક્ષિણ ભારતમાં પુષ્કળ વરસાદ થયો છે અને દેશના ઉત્તરપશ્ચિમ અને પૂર્વમાં અત્યાર સુધી મોટી ખાધ જોવા મળી રહી છે.

આઇએમડીના 30 જુલાઇ સુધીના ડેટા મુજબ, વરસાદની મોસમના મધ્યભાગના તબક્કે, ભારતના 742 જિલ્લાઓ માંથી 267 જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો છે. ઝારખંડના 24 અને ગંગા નદીના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

બંગાળ 15, બિહારના 38 જિલ્લાઓમાંથી 33; પંજાબ અને હરિયાણામાં દરેક 22માંથી 19 જિલ્લા, દિલ્હીમાં નવમાંથી પાંચ, હિમાચલમાં 12માંથી 9 અને જમ્મુ અને કાશ્મીરમાં 20માંથી 15 જિલ્લાઓમાં, 232માં અત્યાર સુધીમાં ઓછો વરસાદ નોંધાયો છે અને 35 જિલ્લામાં 60 ટકા કે તેથી વધુની ખાધ સાથે ઓછો વરસાદ જોવા પણ મળ્યો છે. આ સિવાય, 245 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

વરસાદ ન હોય તે જિલ્લાઓ મોટાભાગે બે પ્રદેશોની આસપાસ સમાયેલ છે એક પૂર્વ ભારતમાં અને બીજો ઉત્તર-પશ્ચિમમાં, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં વરસાદ સતત ઓછો રહ્યો છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તરપૂર્વના વિવિધ વિસ્તારોમાં ઓછા વરસાદ વાળા જિલ્લાઓના નાના જૂથો જોવા મળે છે. આ વિસ્તારો મોટાભાગે અંશત: શુષ્ક છે કારણ કે જૂનમાં ઓછો વરસાદ પડ્યો હતો.

હવામાનશાસ્ત્રી એમ.રાજીવે જણાવ્યું હતું કે જુલાઈમાં ચોમાસું મોટાભાગે દક્ષિણ તરફ ગયું છે. સામાન્ય રીતે મધ્ય ભારતમાં પુષ્કળ વરસાદ પડે છે પરંતુ ઉત્તર-પશ્ચિમ અને બિહાર, ઝારખંડ અને ગંગા બંગાળ જેવા વિસ્તારોમાં તેની ખોટ પડી શકે છે,  ચોમાસું હવે એક મહિનાથી થોડું વધુ રહેશે  નિષ્ણાતો કહે છે કે ઑગસ્ટમાં ચોમાસું સુસ્ત રહેશે.

ભારતમાં જુનથી ચોમાસાની સીઝન શરૂ થાય છે. 1 જુથી 30 જુલાઇ સુધીમાં સરેરાશ 433.1 મીમી વરસાદ થયો છે. સામાન્ય રીતે સરેરાશ 437.2 મીમી પાણી વરસતુ હોય છે. સીઝનને વરસાદ સરેરાશથી બે ટકા વધુ છે.

Exit mobile version