પંજાબના થિયેટર્સમાં ઓક્ટોબરમાં રજૂ કરાશે
ધી લીજન્ડ ઓફ મૌલા જટ્ટમાં ફવાદ ખાન અને માહિરાની જોડી છે
Mumbai,તા.20
પાકિસ્તાની એકટર્સ ફવાદ ખાન અને માહિરા ખાનની ‘ધ લીજન્ડ ઓફ મોલા જટ્ટ’ દસ વર્ષ પછી ભારતમાં રજૂ થનારી પહેલી પાકિસ્તાની ફિલ્મ બનશે. પાકિસ્તાનાં આ ફિલ્મ ૨૦૨૨માં રિલીઝ થઇ હતી.
અભિનેત્રી માહિરા ખાને સોશિયલ મીડિયા પર શેર કર્યુ ંહતુ ંકે, ભારતના પંજાબમાં બીજી ઓકટોબરના રોજ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.
આ ફિલ્મ પાકિસ્તાન તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હિટ થઈ ચૂકી છે. તે પાકિસ્તાનની મહત્તમ કમાણી કરનારી ફિલ્મ ગણાય છે.
ભારતમાં ૨૦૧૬ના ઉરી એટેક પછી પાક કલાકારો પર પ્રતિબંધ મૂકાયો હતો. જોકે, ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે.
ફવાદ ખાન તથા માહિરા બંને અગાઉ બોલીવૂડમાં કામ કરી ચૂક્યાં છે. ફવાદ ખાન ‘અય દિલ હૈ મુશ્કિલ’, ‘કપૂર એન્ડ સન્સ’ તથા ‘ખુબસૂરત’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યરે માહિરા ‘રઈસ ‘ ફિલ્મમાં શાહરુખ ખાનની હિરોઈન રહી ચૂકી છે.