Site icon Shri Nutan Saurashtra

Bhuj પાલિકાના કોર્પોરેટર ની ઓફિસ બહાર ફાયરિંગ

મારી નાખવાના ઇરાદે નવ શખ્સો તોડફોડ અને ફાયરિંગ કરી નાસી ગયા : ઘટના સીસીટીવીમાં કેદ

Bhuj,, તા.૩૧
ભુજ પાલિકાના કોર્પોરેટર ધર્મેશ ગોરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે, સાથે સાથે તેમની ઓફીસની બહાર ફાયરીંગ કરી વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે,સમગ્ર ઘટનામાં ભુજ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. અંગત અદાવતમાં ફાયરીંગ તેમજ વાહનોમાં તોડફોડ થઈ હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે.ભુજ નગરપાલિકાના કોર્પોરેટર ધર્મેશ ગોરની ઓફીસની બહાર કેટલાક વ્યકિતઓ દ્રારા ફાયરીંગ કરાતા આસપાસના લોકોના જીવ તાળવે ચોંટયા હતા. સાથે સાથે કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. મામલામાં સીસીટીવી ફૂટેજના આધારે નવેય શખ્સોની ઓળખ કરવામાં આવી રહી છે. જયારે પોલીસ આરોપીઓને ઝડપશે ત્યારે ખબર પડશે કે કઈ વાતને લઈ તોડફોડ અને ફાયરીંગ કરવામાં આવ્યું.
કોર્પોરેટરની ઓફીસની બહાર ફાયરીંગ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને પોલીસે રોડ કોર્ડન કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ પોલીસે કોર્પોરેટરની ફરિયાદ નોંધી છે. પોલીસ દ્રારા આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,પ્રાથમિક રીતે અંગત અદાવતમાં આ ફાયરીંગ થયું છે. પોલીસે સીસીટીવી જપ્ત કર્યા છે તેમજ આગળના રોડ પરથી પણ અન્ય સીસીટીવી લીધા છે.કોર્પોરેટરને સમગ્ર ઘટનામાં કોઈ ઇજા પહોંચી નથી અને કોઈ જાનહાની થઈ નથી પરંતુ પોલીસે આ ફાયરીંગ અને જાનથી મારી નાખવાના ગુનામાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.
પોલીસે ફરિયાદી કોર્પોરેટર ધર્મેશ ગોરની મદદથી સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા હુમલાખોરો પૈકી પાંચની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં જયવીરસિંહ દેવુભા જાડેજા, કિરણસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ મેરૂભા જાડેજા, કુલદીપસિંહ બાલુભા જાડેજા, મયુરસિંહ દેવુભા જાડેજા અને એક ગઢવી નામના શખ્સની ઓળખ કરી લેવામાં આવી છે.
મકાન પર કબ્જા મામલે બે વર્ષ પૂર્વે થયેલા ડખ્ખાનો ખાર રાખી હુમલો કરાયો
  બે વર્ષ પૂર્વે મયુરસિંહ જાડેજા અને જયવીરસિંહ જાડેજાએ લાયન્સનગર સ્થિત એક રહેણાંક મકાન પર કબ્જો કર્યો હતો. જે મામલામાં કોર્પોરેટર ધર્મેશ ગોર વચ્ચે પડ્યા હતા. દરમિયાન હુમલાખોરોએ હિરેન ગોર નામની વ્યક્તિને માર માર્યો હતો ત્યારે ધર્મેશ ગોરએ ફરિયાદ નોંધાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય તે બાબતનો ખાર રાખી આ હુમલો કરાયાનું પ્રાથમિક તારણ છે.
Exit mobile version