Site icon Shri Nutan Saurashtra

Paddhari નજીક હાથી મસાલાના મહિલા કર્મચારીનો આપઘાત

અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું:કારણ અકબંધ

Paddhari,તા.૧૩
શહેરના ખંઢેરી સ્ટેડિયમ નજીક આવેલ હાથી મસાલા કંપનીની કેન્ટીન નજીક આવેલ ઓરડીમાં મહિલા કર્મચારીએ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું  છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ખંઢેરી સ્ટેડિયમ નજીક આવેલ હાથી મસાલા કંપનીમાં કેન્ટીનમાં કામ કરતી મહિલા કર્મચારી સવાકીબાઇ ભવનલાલ ભીલ ઉવ 26 વાળીએ કેન્ટીન નજીક આવેલી ઓરડીમાં અગમ્ય કારણો સર છતના હુકમાં ચૂંદડી વડે ગળે ફાસો ખાઈ આપઘાત કરતા બેભાન હાલતમાં રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ઇમર્જન્સી વિભાગના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વધુ જાણવા મળ્યું હતુંકે મૃતક મૂળ રાજસ્થાનના વતની છે અને હાથી મસાલામા છેલ્લા 10 વર્ષથી કામ કરતા હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.મૃતદેહને પી એમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા પડધરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version