Site icon Shri Nutan Saurashtra

Employee ની કરતૂત પર ભડક્યાં ધારાસભ્ય, કહ્યું – ‘તારી હિંમત કેવી રીતે થઇ પ્રજાને

Uttar-Pradesh,તા.18

ભાજપના ધારાસભ્ય પ્રેમ સાગર પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. પ્રેમ સાગર પટેલ હોસ્પિટલનું ઓચિંતું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમને જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટ કર્મચારી દર્દી પાસેથી એક રૂપિયાથી વધુ ફી વસૂલી રહ્યો હતો. આ જાણીને ધારાસભ્ય ભડકી ગયા. વીડિયોમાં સાંભળી શકાય છે કે ધારાસભ્ય કહી રહ્યા છે કે, જનતા પાસેથી વધુ પૈસા લેવાની તારી હિંમત કેવી રીતે થઈ. તમારા કારણે જ આપણી જનતા ખાનગી હોસ્પિટલમાં જવા માટે મજબૂર બને છે.

આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર(CHC) ગજદૌરનો છે, જ્યાં એક કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી દર્દીઓ પાસેથી એક રૂપિયાની નિયત ફીના બદલે બે રૂપિયા વસૂલી રહ્યો હતો. આ મામલો પ્રકાશમાં આવતાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીની સેવા સમાપ્ત કરી દેવામાં આવી હતી. એડિશનલ ચીફ મેડિકલ ઓફિસર (ACMO) રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે, વધારે ફી વસૂલવામાં સામેલ કોન્ટ્રાક્ટ પરના કર્મચારી સંજયની સેવા સમાપ્ત કરી દેવામાં આવી છે.

ધારાસભ્યએ CMO કર્યો ફોન

એક રૂપિયાથી વધુ ફી વસૂલવામાં આવતી હોવાની જાણ થતાં સિસ્વાના ભાજપના ધારાસભ્ય પ્રેમ સાગરે તરત જ સીએમઓને ફોન કર્યો અને સ્લિપ કાઉન્ટર પર કામ કરતા કર્મચારીને હટાવવા કહ્યું. પટેલને સીએચસી કર્મચારીઓને એવું કહેતા સાંભળી શકાય છે કે હું પણ ગામડામાંથી આવું છું અને સમજું છું કે ગરીબી અને લાચારીમાં કેવો અનુભવ થાય છે. તેથી તમારે મને સમજાવવાની જરૂર નથી કે શું ચાલી રહ્યું છે. હું જાણું છું. આ લૂંટ ચાલી રહી છે. જનતાને હેરાન ન કરવી જોઈએ.

કર્મચારીની સેવા સમાપ્ત કરી દીધી

સિસ્વાના ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે મને સરકારી આરોગ્ય સુવિધામાં અનિયમિતતા અંગે જનતા તરફથી ફરિયાદો મળી હતી. બાદમાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી કે આરોપી ફાર્માસિસ્ટની ઓળખ સંજય તરીકે થઈ છે, જે એક એજન્સી દ્વારા નિયુક્ત કરાર આધારિત કર્મચારી હતો. આ મામલો સામે આવ્યા બાદ તેની સેવા સમાપ્ત કરી દેવામાં આવી છે.

Exit mobile version