Site icon Shri Nutan Saurashtra

ભણતર બન્યું મોંઘુ! New Fee Committee ની રચના બાદ સ્કૂલ ફીમાં કરાયો વધારો

Ahmedabad,તા.06

રાજ્ય સરકારે તાજેતરમાં અમદાવાદ સહિતના ચારેય ઝોનની નવી ફી કમિટીઓની રચના કરી હતી. ત્યારબાદ અમદાવાદ ઝોનની કમિટી દ્વારા શહેરની બાકી રહેલી 150થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોની નવી ફી નક્કી કરી દેવામા આવી છે. જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલોની ફીમાં 5થી 7 ટકાનો વધારો કરવામા આવ્યો છે.

સરકારના આદેશને પગલે ફી નિર્ધારણની ઝડપી પ્રક્રિયા

ફી કમિટી દ્વારા જે સ્કૂલોના ફીના ઓર્ડર કરવામા આવ્યા છે. તેમાં એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની ફી 99 હજાર રૂપિયા હતી. જે હવે 1.04 લાખ રૂપિયા થઈ છે. ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલની ફી 91 હજાર રૂપિયા હતી તે 95 હજાર રૂપિયા થઈ છે અને આનંદનિકેતન સ્કૂલની ફી 83 હજાર રૂપિયા હતી જે વધીને 91 હજાર રૂપિયા થઈ છે. આ ઉપરાંત ડીપીએસ બોપલ સ્કૂલની ફી 80 હજાર રૂપિયા હતી જે વધીને 84 હજાર રૂપિયા થઈ છે.એસ.એચ.ખારાવા સ્કૂલની ફી 32 હજાર રૂપિયા હતી જે 35 હજાર રૂપિયા થઈ છે. શિવ આશિષ સ્કૂલની ફી 57,500 રૂપિયા હતી. જે વધીને 61 હજાર રૂપિયા થઈ છે. કે.એન પટેલ સ્કૂલની ફી 77 હજારથી વધીને 81 હજાર રૂપિયા અને સંત કબીર સ્કૂલની ફી 95,400થી વધીને 97,900 રૂપિયા થઈ છે.

એચ.બી.કાપડીયા સ્કૂલની ફી 57 હજાર રૂપિયા હતી તે વધીને 60 હજાર રૂપિયા કરવામા આવી છે. કેટલીક સ્કૂલોની ફી 5થી 7 ટકા અને કેટલીક સ્કૂલોની ફી 10 ટકા સુધી વધી છે. એકંદરે 3 હજારથી લઈને 12 હજાર રૂપિયા સુધીનો ફી વધારો થયો છે. કેટલીક સ્કૂલોએ ફી કમિટીનો ફીનો ઓર્ડર થાય તે પહેલા જ અને નવી ફી કમિટી રચાય તે પહેલા જ નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો લેવાનો શરૂ કરી દીધો છે. આ મુદ્દે અમદાવાદ શહેર ડીઈઓમાં વાલીઓએ ફરિયાદ પણ કરી હતી.

Exit mobile version