મુંબઈની બે યુવતીઓ સાથે ડ્રગ્સ વેચવા નીકળતા શખ્સને જુનાગઢ એસઓજીએ દબોચી લીધો
Mangrol,તા.૨૩
ધોરાજીનો શખ્સ મુંબઈની બે યુવતીઓને મોપેડ પર બેસાડીને માંગરોળમાં ડ્રગ્સ વેચવા જઈ રહ્યો હોવાની બાતમી જુનાગઢ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમના કોન્સ્ટેબલને મળતા વોચ ગોઠવીને બે યુવતી સહિત ધોરાજીના યુવકને પકડી પાડી તેમની પાસેથી 2.39 લાખનું ડ્રગ્સ કબજે લઈ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે પકડાયેલા ઈસમ પાસેથી મોપેડ, મોબાઈલ ફોન અને અડધો લાખની રોકડ રકમ સાથે કુલ 3.63 લાખ રૂપિયાનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે. જૂનાગઢ એસઓજીના પીઆઇ પી.કે. ચાવડાએ કહ્યું હતું કે, ધોરાજીનો રહીશ 27 વર્ષીય ઈમરાન જુમા મતવા ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. જે મુંબઈના મલાડ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય અરીસા જુબેર અહમદ રફીક શેખ અને 20 વર્ષીય તાસીફા નદીમ જહુર ખાનને મોપેડ નં.જીજે 03 એમ એન 2467 પર બેસાડી રાજકોટ તરફથી કેશોદ થઈ માંગરોળ ડ્રગ્સનો જથ્થો વેચવા જઈ રહ્યો હોવાથી બાદની એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ ઈરફાન હબીબભાઈ રૂમીનાને મળી હતી. જેથી પોલીસની ટીમે માનખેત્રા નજીક વોચ ગોઠવી હતી. જ્યાં બાતમી વાળું મોપેડ આવતા તેને ગોલ્ડન કરીને તલાસી લેતા ડ્રગ્સનો જથ્થો મળી આવતા બે યુવતી સહિત ધોરાજીના ઈસમની અટકાયત કરી વધુ તપાસ માંગરોળ પોલીસને સોંપવામાં આવી છે.
ધોરાજીના ઇસમ સામે અનેક ગુના નોંધાયેલા છે મુંબઈની યુવતીઓ સાથે માંગરોળમાં ડ્રગ્સ વેચવા નીકળેલા ધોરાજીના ઇમરાનને ડ્રગ્સ આપનાર વ્યક્તિ પોલીસ પકડથી દૂર હોઈ તેને પકડી પાડવા માટે પગેરું દબાવવામાં આવ્યું છે. જેની સામે મારામારી, પ્રોહિબિશન સહિતના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયેલાં હોવાની પણ વિગતો બહાર આવી છે.