Site icon Shri Nutan Saurashtra

‘Tere Ishq Mein’માં ધનુષ અને ક્રિતીની જોડી રચાવાની સંભાવના

આનંદ એલ રાયે ક્રિતીનો સંપર્ક કર્યો

મ્યુઝિકલ લવ સ્ટોરીમાં ઈરશાદ કામિલના ગીતો અને એ આર રહેમાનનું સંગીત હશે

Mumbai,તા.08 

ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’માં ધનુષ અને ક્રિતીની જોડી જોવા મળી શકે છે. ફિલ્મ સર્જક આનંદ એલ રાયે આ માટે ક્રિતીનો સંપર્ક કર્યો છે. ફિલ્મમાં આઝાદી પહેલાંના સમયગાળાની લવ સ્ટોરી દર્શાવાશે. ક્રિતી અને આનંદ એલ રાય વચ્ચે સ્ક્રિપ્ટ બાબતે ચર્ચા થઈ છે અને ક્રિતિએ તેમને પોઝિટિવ જવાબ આપ્યો છે. કદાચ આગામી એકાદ બે સપ્તાહમાં ક્રિતીનું નામ ફાઈનલ થઈ શકે છે. આ ફિલ્મ એક મ્યુઝિકલ લવ સ્ટોરી હશે.  ફિલ્મના ગીતો ઈરશાદ કામિલ લખવાના છે જ્યારે મ્યુઝિક એ. આર. રહેમાનનું હશે.  ફિલ્મમાં ધનુષ ઉપરાંત બીજા હિરોની પણ એન્ટ્રી થઈ શકે છે. જોકે, આ એક લવ ટ્રાયેંગલ હશે કે કેમ તે હજુ સ્પષ્ટ કરાયું નથી. આનંદ એલ રાય આ પહેલાં ધનુષ સાથે ‘રાંઝણા’ જેવી ફિલ્મ બનાવી ચૂક્યા છે.

Exit mobile version