ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની વાત માત્ર અફવા,Devendra Fadnavis

Maharashtra,તા.૩

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શનિવારે નાગપુરમાં આરએસએસ મુખ્યાલય પહોંચ્યા અને ત્યાં આરએસએસ અધિકારીઓને મળ્યા હતાં. ફડણવીસની સંઘ મુખ્યાલયની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફડણવીસ સંઘ મુખ્યાલય સ્થિત ડૉ.હેડગેવાર સ્મૃતિ મંદિર પહોંચ્યા હતા. જો કે, ફડણવીસ અને સંઘના અધિકારીઓ વચ્ચે કયા મુદ્દા પર ચર્ચા થઈ તે જાણી શકાયું નથી.

સંઘ મુખ્યાલયની મુલાકાત લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસ નાગપુરમાં યોજાનાર ભાજપ સંમેલનમાં પણ હાજરી આપશે.જ્યારે ફડણવીસને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે તેને માત્ર અફવા ગણાવી. તેમણે કહ્યું કે ’આ ચર્ચા મીડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે અને તે માત્ર મીડિયા સુધી જ સીમિત છે’. ડેપ્યુટી સીએમ ફડણવીસે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આવી સ્થિતિમાં હવે ફડણવીસની સંઘ મુખ્યાલયની મુલાકાતને લઈને ચર્ચાઓનું બજાર ગરમ છે.

મહારાષ્ટ્રના એક નેતાએ કહ્યું કે ભાજપે ખાસ કરીને મહારાષ્ટ્રના રાજકારણ માટે ફડણવીસને પ્રોત્સાહન આપ્યું હતું. આજે પણ મહારાષ્ટ્રમાં ભાજપ પાસે દેવેન્દ્ર ફડણવીસ સિવાય બીજો કોઈ મોટો અને લોકપ્રિય ચહેરો નથી, જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને જીત તરફ લઈ જઈ શકે. ભાજપ પાસે પીયૂષ ગોયલ, વિનોદ તાવડે જેવા નેતાઓ છે, પરંતુ તેઓ કેન્દ્રીય રાજકારણમાં વ્યસ્ત છે. કેન્દ્રની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા, તેમને રાજ્યમાં મોકલવાની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં પાર્ટી માટે વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાર્ટી મહારાષ્ટ્રમાં જ તેનો ઉપયોગ કરી શકે છે.

 

Leave a Comment