પર પ્રાંતિય યુવાનના મોતથી પરિવારમાં શોક
RAJKOT,તા.૧૩
રાજકોટના ગુંદા ગામ નજીક રહેતા પર પ્રાંતિય યુવાન સાયકલ લઈને ઘરે થી પરત ફરતા હતા દરમિયાન દૂરસાયપર ગામ નજીક પહોંચ્યા ત્યારે બાઈક સવારે પાછળથી હડફેટે લઇ ગંભીર ઈજાઓ પહોંચાડતા સાઇકલ સવાર પર પ્રાંતિય યુવાનનું ઘટના સ્થળેજ મોત થયું હતું. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગુંદા ગામે શામજીભાઈ અરજણભાઈ સુદાણીની વાડીએ શેમળા સીમ વિસ્તારમા રહેતા કમિતાબેન વસુનિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતુંકે પોતે પોતાના પતી હતરિયાભાઈ નાનસુભાઈ વસુનિયા સાથે સાયકલ પર બેસી ઘરે પરત ફરતી વખતે દુરસાયપર ગામ નજીક પહોંયા ત્યારે પાછળથી બાઈક સવારે સાયકલને ઠોકર મારતા દંપતી સાયકલ પરથી પટકાયું હતું ત્યારે મહિલા કમિતા બેનને સામાન્ય ઈજાઓ થવા પામી હતી પરંતુ હતરિયાભાઈને ગંભીર ઈજાઓ થઇ હતી જેને ઇજા ગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે જોઈ તપાસી હતરિયાભાઈને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર બનાવની જાણ કુવાડવા પોલીસને થતા પોલીસે ઘટના ચોપડે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.