Site icon Shri Nutan Saurashtra

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાં IPO થકી રૂ. 1.55 લાખ કરોડ ઉભા કરાયા

Mumbai,તા.05

નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક (એપ્રિલ-સપ્ટેમ્બર)માં શેર ઇશ્યૂ કરીને રૂ. ૧.૫૫ લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૨.૨ ગણા જેટલી વધુ રકમ છે. પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) દ્વારા રૂ. ૫૬,૩૪૦ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા, જે ગયા નાણાકીય વર્ષના આંકડા કરતાં લગભગ બમણા છે.

પ્રાઇમ ડેટાબેઝનું વિશ્લેષણ દર્શાવે છે કે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) દ્વારા રૂ. ૬૬,૨૫૦ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૨.૭ ગણા વધારે છે. બજારોમાં વ્યાપક ઉછાળા વચ્ચે ઇક્વિટી ફંડ એકત્રીકરણને ટેકો મળ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ ના પ્રથમ અર્ધવાર્ષિકમાં નિફ્ટી  ઇન્ડેક્સ ૧૫.૬ ગણો વધ્યો હતો જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ આ સમયગાળા દરમિયાન લગભગ ૨૫-૨૫ ટકા વધ્યા હતા.

આઈપીઓને જબરજસ્ત પ્રતિસાદ તેમના લિસ્ટિંગ પછીના મજબૂત પ્રદર્શનને કારણે હતો. લિસ્ટિંગ પર સરેરાશ વળતર (લિસ્ટિંગની તારીખે બંધ કિંમતના આધારે) H1 ૨૦૨૩-૨૪ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ૨૮.૬૫ ટકાથી વધીને ૩૪.૨૮ ટકા થયું છે. કુલ ૩૮ આઈપીઓમાંથી ૩૦ એ ૧૦ ટકાથી વધુ વળતર આપ્યું છે. ઘણી કંપનીઓ આઈપીઓ લાવવા કતારમાં છે. ૭૨,૦૦૦ કરોડ એકત્ર કરવા માગતી ૨૬ કંપનીઓને સેબીની મંજૂરી મળી ગઈ છે જ્યારે ૫૫ કંપનીઓ મંજૂરીની રાહ જોઈ રહી છે અને લગભગ રૂ. ૮૯,૦૦૦ કરોડ એકત્ર કરવા માગે છે. આમાંથી ત્રણ નવી પેઢીની કંપનીઓ આશરે રૂ. ૧૩,૦૦૦ કરોડ એકત્ર કરવા માગે છે. જ્યાં સુધી કંઈક અણધાર્યું ન બને ત્યાં સુધી, આ વર્ષ આઈપીઓ  માટે રેકોર્ડ બની શકે છે.SME પ્લેટફોર્મ પર પણ આઈપીઓની ભરમાર હતી. પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન, ૧૪૩ એસએમઈએ આઈપીઓ  દ્વારા આશરે રૂ. ૫,૦૦૦ કરોડ એકત્ર કર્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૯૬  આઈપીઓ  દ્વારા ઊભા કરાયેલા રૂ. ૨,૭૨૪ કરોડ કરતાં ૮૩ ટકા વધુ છે. એસએમઈ આઈપીઓના લિસ્ટિંગ પરનો સરેરાશ નફો ગત વર્ષના ૪૧ ટકાથી વધીને ૬૩ ટકા થયો છે

Exit mobile version