Site icon Shri Nutan Saurashtra

Web Series ‘ખાખી’ની બીજી સિઝનમાં ચિત્રાંગદાની વાપસી

૨૦૨૩માં સારા સાથે ‘ગેસલાઈટ’ બાદ ખોવાયેલી ચિત્રાંગદાનો ‘ખેલ ખેલ મૈં’માં કેમિયો

Mumbai, તા.૮

ચિત્રાંગદા સિંગ પાછલા કેટલાક સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી. ૨૦૨૩માં સારા અલી ખાન સાથે ‘ગેસલાઈટ’ બાદ ચિત્રાંગદાની કોઈ ફિલ્મ આવી નથી. ચિત્રાંગદાને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનો ખાસ શોખ નથી, જેના કારણે કોઈ પ્રોજેક્ટના કારણે જ તે વધારે ચર્ચામાં રહે છે. અક્ષય કુમારની આગામી ફિલ્મ ખેલ ખેલ મૈંમાં ચિત્રાંગદાનો કેમિયો છે. આ ફિલ્મની રિલીઝ પૂર્વે ચિત્રાંગદાની વેબ સિરીઝ પાકી થઈ છે, જેને ફિલ્મ મેકર નિરજ પાંડે બનાવવાના છે. આ સિરીઝને ટૂંકમાં ખાખી ૨ તરીકે ઓળખવામાં આવે છે.   ચિત્રાંગદાએ આગામી ઓટીટી પ્રોજેક્ટ અંગે વાત કરતાં કહ્યું હતું કે, અધકચરી વાતો જાહેર કરવામાં તેને ખચકાટ થાય છે. વેબ સિરીઝની વાત હોય ત્યારે બધું નક્કી થાય પછી જ કહેવું જોઈએ. તેનું ફોર્મેટ લાંબુ છે અને લખાણ અદભૂત હોવું જોઈએ. તેથી સમય લાગે છે. જો કે હવે નક્કી છે કે નિરજ પાંડેના ડાયરેક્શનમાં ‘ખાખીઃ ધ બેંગાલ ચેપ્ટર’ બનવાની છે. અગાઉ ખાખી સિરીઝની પહેલી સિઝન આવી હતી. અમે તેનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ઉપરાંત એક ફિલ્મ પણ સાઈન કરવાની છું. અન્ય એક પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે.   ચિત્રાંગદા સિંગે દેશી બોય્ઝ, ઈનકાર, બોબ બિસ્વાસ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટિંગની સારી ઓફર હાથ પર ન હોય ત્યારે ચિત્રાંગદા પ્રોડક્શન પર હાથ અજમાવે છે. ચિત્રાંગદાએ કહ્યું હતું કે, તેણે ફિલ્મો હાથ પર ન હતી ત્યારે ૨૦૧૮માં ‘સુરમા’ બનાવી હતી. હાલ પણ એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આગામી સમયમાં એક વેબ સિરીઝ અને એક ફિલ્મ બનાવવાનું આયોજન છે.

Exit mobile version