Site icon Shri Nutan Saurashtra

Rajkot માં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો વાયરલ કરનારની ધરપકડ

ભગવતીપરાના શખ્સે વીડિયો ડાઉનલોડ કર્યા બાદ અન્યોને મોકલ્યા’તા

Rajkot,તા,03
શહેરના ભવગતીપરા વિસ્તારમાં રહેતા ઇસમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના બે વીડિયો ડાઉનલોડ કરી તેને ફરતા કર્યા હતા. પોલીસે મોબાઇલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. સાયબર ક્રાઇમ ગાંધીનગરે સાયબર ટીપ લાઇન રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને મોકલી હતી અને તેમાં જાણ કરવામાં આવી હતી કે, ચોક્કસ મોબાઇલ નંબરવાળા મોબાઇલમાંથી પ્રતિબંધિત ચાઇલ્ડ પોર્નોગ્રાફીના બે વીડિયો ફરતા કરવામાં આવ્યા છે.
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એ.ઝનકાંત સહિતની ટીમે તે મોબાઇલ નંબરનો ઉપયોગ કરનાર શખ્સની શોધખોળ કરતા તે શખ્સ ભગવતીપરાના સુખસાગરનગરમાં રહેતો સોહિલ ફતાય શેખ (ઉ.વ.20) હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે સોહિલને પોલીસ મથકે બોલાવ્યો હતો.
Exit mobile version