Censor Board અમિતાભ -રેખાને બદલે અમિતાભ-જયાનું પોસ્ટર મૂકાવ્યું

રવિ તેજાની મિ. બચ્ચન ફિલ્મમાં ફેરફાર

આ ફિલ્મ કાલ્પનિક છે અને તેને  કોઈ જીવંત વ્યક્તિ સાથે સંબધ નથી તેવી સ્પષ્ટતા પણ જોડવામાં આવી

Mumbai,તા.16

સાઉથના સ્ટાર રવિ તેજાની ફિલ્મ ‘મિ. બચ્ચન’ના રોલિંગ ટાઈટલમાં અમિતાભ અને રેખાનું પોસ્ટર હતું તે દૂર કરાવીને સેન્સર બોર્ડે અમિતાભ અને જયા બચ્ચનનું પોસ્ટર મૂકાવ્યું છે.

આ ફિલ્મની શરૂઆતમાં એક ડિસ્કલેમર જોડવામાં આવ્યું છે કે ફિલ્મ કાલ્પનિક છે અને એનો  જીવંત કોઇ વ્યક્તિ  સાથે સંબંધ નથી.  જોકે, આ પહેલાં ફિલ્મના પ્રમોશન વખતે અમિતાભ અને રેખાનાં પોસ્ટરનો જ સમાવેશ કરાયો હતો.

ફિલ્મ રીલિઝ થવાના બે દિવસ પહેલાં જ સેન્સરે સર્ટિફિકેટ આપતાં પહેલાં આ ફેરફાર કરાવ્યા હતા.

આ ફિલ્મમાં રવિ તેજાનો લૂક પણ અમિતાભના  ‘દીવાર’ ફિલ્મના વિજયના પાત્ર પર આધારિત છે.

જોકે, આ ફિલ્મ અજય દેવગણની હિંદી ફિલ્મ ‘રેઈડ’ની રીમેક હોવાનું કહેવાય છે. તેને અમિતાભ બચ્ચનના જીવન સાથે બીજી કોઈ રીત લેવાદેવા નથી.

Leave a Comment