Site icon Shri Nutan Saurashtra

ફિરકીમાં ફસાયો England ટીમનો તોફાની બેટર, ચકલીઓ ઊડી જતાં જોતો જ રહી ગયો

England,તા.23

ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે, જેમાં પ્રથમ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસના અંતે યજમાન ટીમ ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવના આધારે તેની પાસે 23 રનની લીડ હતી. બીજા દિવસની રમતમાં ઈંગ્લેન્ડના હેરી બ્રૂકે 56 રનની શાનદાર ઈનિંગ જોવા મળી હતી, પરંતુ શ્રીલંકન ટીમના લેફ્ટ આર્મ સ્પિન બોલર પ્રભાત જયસૂર્યાએ આક્રમક અંદાજ સાથે તેને ક્લિન બોલ્ડ કર્યો હતો. જેનાથી  બ્રુકની સાથે મેદાન પર હાજર તમામ ખેલાડીઓ ગભરાઈ ગયા હતા.

બ્રુકને આઉટ થતાં જોઈ ફેન્સને વિરાટ કોહલીની યાદ આવી

માન્ચેસ્ટર ટેસ્ટ મેચના બીજા દિવસે હેરી બ્રુકે ખૂબ જ સારી બેટિંગ કરી હતી, જેમાં તેણે 72 બોલમાં 56 રન બનાવ્યા હતા. જો કે, તેની ઈનિંગ્સનો 73મો બોલ તેના સમજણ બહાર રહેતાં સીધો ક્લિન બોલ્ડ થયો હતો. પ્રભાત જયસૂર્યાએ આ બોલને મિડલ સ્ટમ્પની લાઇન પર ફેંક્યો હતો, જેના પર બ્રુક બોલની લાઇનમાં આવ્યો હતો અને ક્રિઝની અંદર જઈને તેનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પિચ પર ટપ્પો પડી બોલ ઝડપથી ઉછળ્યો હતો અને સ્ટમ્પ પર બોલ્ડ થયો હતો. બ્રુક આશ્ચર્ય સાથે પીચને જોતો રહ્યો, આ નજારો જોતાં ચાહકોને કોહલીની બોલિંગ યાદ આવી હતી.

2018માં ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં મેચ રમવા ગઈ હતી. વનડે સીરિઝના ત્રીજા મુકાબલામાં વિરાટ કોહલીએ આદિલ રશિદને આ રીતે જ બોલ ફેંકી આઉટ કર્યો હતો. જે ટપ્પો પડી ઝડપથી બહારની બાજુએ ઉછળી ઓફ સ્ટમ્પ પર જઈ અથડાયો હતો.

જેમી સ્મિથે ઈંગ્લેન્ડની ઈનિંગ સંભાળી

શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 187 રન બનાવ્યા હતા, જેમાં અડધાથી વધુ ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. જો કે, વિકેટકિપર બેટર જેમી સ્મિથે ઈનિંગ સંભાળતાં શ્રીલંકા સામે લીડ અપાવી હતી. બીજા દિવસે તેણે 72 રન બનાવ્યા હતા. શ્રીલંકાના અસિતા ફર્નાડોએ 3, પ્રભાત જયસૂર્યાએ 2 અને વિશ્વા ફર્નાડોએ 1 વિકેટ લીધી હતી.

Exit mobile version