Site icon Shri Nutan Saurashtra

Rajkot ચેક રિટર્ન કેસમાં લોનધારકને એક વર્ષની સજા

જમીન વિકાસ બેંકમાંથી લીધેલી લોન નો હપ્તો ચૂકવવા આપેલો ચેક પરત ફર્યો હતો
Rajkot, તા.૪
રાજય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. માંથી લીધેલા ધિરાણની રકમ ચુકવવા અંગેનો આપેલ ચેક રિટર્ન થયાના કેસમાં અદાલતે સાતોદડના આરોપી ખેડૂતને ૧ વર્ષની સજા તથા રૂા. ૩.૯૨ લાખ  વ્યાજ સાથે જો ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ  ફરમાવ્યો છે.
કેસની વિગત મુજબ ફરીયાદી ગુજરાત રાજય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી.ની રાજકોટ જિલ્લા શાખામાંથી નાથુભા જીવુભા જાડેજા (રહે.મુ.સાતોદડ, તા. જામકંડોરણા)એ જરૂરીયાત મુજબ ધિરાણ લીધેલ હતું, જે ધિરાણની રકમ પરત ચુકવવા ચેક આપેલ હતો. જે ચેક રિટર્ન થયા અંગે બેંક દ્વારા લીગલ નોટિસ અપાયા બાદ આરોપી નાથુભા જીવુભા જાડેજા સામે ઘી નેગોશીએબલ કોર્ટમાં કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.આ કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી વતી એડવોકેટે ધિરાણ અંગેના તમામ પુરાવાઓ અને કેસને લગતી તમામ વિગતો  કોર્ટ સમક્ષ નિ:શંકપણે સાબીત કરી હતી. તે ધ્યાને લઇ  જજ એ.પી. ડેરે આરોપીને ૧ વર્ષની સજા તથા રૂા.૩,૯૨,૮૩૦/- વાર્ષિક ૬% સાદા વ્યાજના દરે ફરીયાદ દાખલ થયા તારીખથી ફરીયાદીને ચુકવવા અને જો રકમ ચુકવવામાં કસુર થયે વધુ ૬ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ મુકેશ આર. કેશરીયા તથા સંજયસિંહ આર. જાડેજા તથા રાજેશ એન.મંજુષા, હાર્દીક એમ. પાઠક, હાર્દીક પી. વાગડીયા રોકાયા હતા.
Exit mobile version