Site icon Shri Nutan Saurashtra

Rajkot: લોધિકાના વડવાજડી ગામે 92 બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો

મેટોડા પોલીસે દરોડો પાડી   રૂ.19, 645નો મુદ્દા માલ કબ્જે
Rajkot,તા.૦૧
       મેટોડાના વડ વાજડી ગામે શિવમ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ માંથી વિદેશી દારૂનો વેપલો કરતા શખ્સની ધરપકડ કરી દારૂની 92 બોટલ મળી રૂ. 19,645નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો.
      બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મેટોડાના વડવાજડી ગામે શિવમ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂ વેચાતો હોવાની બાતમી મેટોડા પોલીસ મથકના જસ્મત માનકોલીયાને મળતા બાતમીના આધારે દરોડો પાડી બુટલેગર દિનેશ કમલેશ પરમારની ધરપકડ કરી વિદેશી દારૂની 92 બોટલ મળી રૂ. 19,645નો મુદ્દા માલ કબ્જે કરી શખ્સ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
Exit mobile version