Site icon Shri Nutan Saurashtra

Rajkot માં ઘરેથી નીકળેલી બીમાર મહિલાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

અજાણ્યા વાહનની ઠોકરે આવી ગયાની આશંકા માલવયા નગર પોલીસે તપાસ આદરી

રાજકોટ તા.27
 શહેરના મવડી ચોકડી પાસે વૃધ્ધાનો મૃતદેહ માથું છૂંદાયેલી હાલતમાં મવડી ચોકડી પાસેથી મળી આવતા લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા માલવિયા નગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દરમિયાન વૃધ્ધાનો પરિવાર પણ ત્યાં શોધખોળ કરતા આવી ગયો હતો અને પોતાના જ માજી હોવાની ઓળખ કરી જણાવ્યું હતું કે, નજીકમાં જ પ્રજાપતિ સોસાયટીમાં રહીએ છીએ અને માજી રાત્રીના ઘરની ડેલી બંધ કરી નીકળી ગયા હતા જેની જાણ સવારે અમને થતા બહારથી ડેલી ખોલાવી અમે શોધખોળ કરવા નીકળ્યા ત્યારે  કોઈ વૃધ્ધાની લાશ પડી હોવાનું જાણવા મળતા અમે અહીં દોડી આવ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ હિટ એન્ડ રનનો બનાવ લાગી રહ્યો છે. રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધાને અડફેટે લેતા અકસ્માતમાં મોત થયાનું જણાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ મવડી નજીક પ્રજાપતિ સોસાયટીમાં રહેતા સવિતાબેન દામજીભાઇ ભટ્ટી (ઉ.વ.60) નામના વૃધ્ધાનો માથું છુંદાયેલી હાલતમાં મૃતદેહ  મવડી ચોકડીએથી મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ છે. બનાવના પગલે માલવીયા નગર પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચરોજ કામ કરી મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલએ ખસેડ્યો હતો. મૃતક વૃધ્ધાને સંતાનમાં બે દીકરા એક દીકરી છે પતિ દામજીભાઇ કારખાનામાં કામ કરે છે. પુત્ર અશોકભાઈના કહેવા મુજબ માતાને કેન્સરની બીમારી હોવાથી તેની હનુમાન મઢી પાસે આવેલી કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ હતી. જે ગઈકાલે પુરી થયા બાદ ઘરે આવ્યા હતા. બીમારીથી પોતે કેટલાક સમયથી કંટાળી ગયા હતા. સારવાર દરમિયાન પણ મગજ ફરતો હતો. ગઈકાલે રાત્રે અમે સુતા હતા ત્યારે કોઈ સમયે ઘરેથી નીકળી ડેલી માથેથી બંધ કરી દીધી હતી. સવારે જાગીને જોતા માતા જોવા ન મળતા ઘરની ડેલી પણ ઉપરથજી બંધ હતી જે ખોલવા માટે પડોશીને કહેતા ડેલી ખોલી હતી દરમિયાન કોઈએ કહ્યું હતું કે, કોઈ માજીનો મવડી ચોકડી પાસે અકસ્માત થયેલી હાલતમાં મૃતદેહ પડ્યો છે. આથી અમે જોવા જતા અમારા જ માતા હતા. પોલીસએ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
Exit mobile version