Site icon Shri Nutan Saurashtra

Bitcoin ETF માંથી 1.20 અબજ ડોલર જેટલો આઉટફલો જોવા મળ્યો

Mumbai,તા.10

અમેરિકાના બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માંથી ૬ સપ્ટેમ્બરના સમાપ્ત થયેલા આઠ દિવસમાં ૧.૨૦ અબજ ડોલરનો આઉટફલોસ જોવા મળ્યો છે. કુલ ૧૨ ઈટીએફસમાંથી રોકાણકારોએ નાણાં પાછા ખેંચી લીધા છે.

અમેરિકામાં આર્થિક વિકાસના અનિશ્ચિત વાતાવરણ વચ્ચે શેરબજારો તથા કોમોડિટીસ માર્કેટમાં વોલેટિલિટીની અસર ક્રિપ્ટોસ જેવી જોખમી એસેટસ પર પણ જોવા મળી રહી છે.

વિશ્વ બજારોની સ્થિતિ પણ હાલમાં પડકારરૂપ છે. અમેરિકામાં મિશ્ર જોબા ડેટા ઉપરાંત ચીનમાં ભાવમાં ઘટાડા તરફી દબાણથી ટ્રેડરોનું માનસ ખરડાયું છે.

ક્રિપ્ટોકરન્સીસ બજારનો આધાર વૈશ્વિક ઈક્વિટી માર્કેટસની ચાલ પર પણ રહેલો છે. વર્તમાન મહિનામાં બિટકોઈન અંદાજે સાત ટકા જેટલો ઘટી ગયો છે. સોમવારે મોડી સાંજે બિટકોઈનનો ભાવ ૫૫૦૨૭  ડોલર બોલાતો હતો. એથરમનો ભાવ ૨૩૧૭ ડોલર મુકાતો હતો.

ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ઘટી ૧.૯૫ ટ્રિલિયન ડોલર રહી હતી. ગયા સપ્તાહના અંતે બિટકોઈનનો ભાવ ઘટી  ૫૩૦૦૦ ડોલરની અંદર સરકી ગયો હતો. અમેરિકામાં બિટકોઈન ઈટીએફસનો વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં પ્રારંભ થયો હતો. આ ઈટીએફસ બિટકોઈનમાં સીધું રોકાણ કરે છે. માર્ચમાં બિટકોઈનનો ભાવ ૭૩૭૯૮ ડોલર જેટલો ઊંચો જોવા મળ્યો હતો.

Exit mobile version