Bitcoin માં આગેકૂચ જળવાઈ: 64000 ડોલર પહોંચ્યા બાદ વેચવાલી

Mumbai,તા.21

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અડધા ટકાના વધારા બાદ બિટકોઈનની આગેવાની  હેઠળ ક્રિપ્ટોકરન્સીસમાં સતત બીજા દિવસે સુધારો જળવાયો હતો. મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને ૬૪૦૦૦ ડોલરની સપાટી દર્શાવી હતી. જોકે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. વ્યાજ દરમાં ઘટાડા બાદ હવે અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા બાદ બેન્ક ઓફ ઈન્ગલેન્ડ તથા બેન્ક ઓફ જાપાન દ્વારા વ્યાજ દર જાળવી રાખવાના નિર્ણય લેવાયા હતા. બૃહદ આર્થિક ડેટા ક્રિપ્ટોસ જેવી જોખમી એસેટસમાં  આશાવાદ જગાડનારા બની રહેશે એમ ટ્રેડરો માની રહ્યા છે.

ઊભા ઓળિના ડેટા બિટકોઈનના વેપારમાં મંગળવાર બાદ પાંચ અબજ ડોલરનો ઉછાળો આવ્યો હોવાનું સૂચવે છે, જે આગળ જતા  રોકાણકારો બજારમાં વોલેટિલિટીની અપેક્ષા રાખી રહ્યાના સંકેત આપે છે. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરમાં ૬૪૧૦૦ ડોલર થઈ મોડી સાંજે ૬૩૫૦૦ ડોલર કવોટ થતો હતો. એથરમ ૨૫૫૦ ડોલર, બીએનબી ૫૭૨ ડોલર, સોલાના ૧૫૧ ડોલર બોલાતો હતો. નીચા વ્યાજ દરની સ્થિતિમાં બિટકોઈન તથા અન્ય ડિજિટલ એસેટસમાં ઉછાળો આવતો હોવાનું અગાઉના રેકોર્ડ જણાવે છે.  અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડા બાદ ક્રિપ્ટોસમાં નવી લેવાલી નીકળવાની ધારણાં છે. અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થશે તો બિટકોઈનમાં વધુ ઉછાળો આવવાની બજારને આશા છે. કારણ કે ટ્રમ્પ ક્રિપ્ટો માર્કેટસની તરફેણમાં છે.

Leave a Comment