Site icon Shri Nutan Saurashtra

જનરેશન ગેપનું ઈમોશનલ સોલ્યુશન આપતી’Binney and Family’

ઘણી હિટ ફિલ્મોથી ભરેલા આ વર્ષમાં ‘બિન્ની એન્ડ ફેમિલી’એ બોલિવૂડના કૌટુંબિક ફિલ્મોના સુવર્ણ યુગની યાદોને ફરી તાજી કરી છે

Mumbai, તા.૮

ઘણી હિટ ફિલ્મોથી ભરેલા આ વર્ષમાં ‘બિન્ની એન્ડ ફેમિલી’એ બોલિવૂડના કૌટુંબિક ફિલ્મોના સુવર્ણ યુગની યાદોને ફરી તાજી કરી છે. વિવેચકોના વખાણ મેળવી રહેલી આ ફિલ્મ તમામ ઉંમરના દર્શકોને ગમી રહી છે. આ ફિલ્મ પ્રેક્ષકોને પરિવારો સહિત થિયેટરોમાં પાછા ખેંચી રહી છે. બે પેઢીઓ વચ્ચેના સંબંધોનું અનોખી રીતે ચિત્રણ કરવાને કારણે થિયેટરો પેક જઇ રહ્યા છે. બીજા જ સપ્તાહમાં મળી રહેલા ઊંચા પ્રતિસાદને કારણે દેશભરના શહેરોમાં વધુ શો ઉમેરવામાં આવ્યા છે.બાલાજી ટેલિફિલ્મ અને મહાવીર જૈન દ્વારા ફુકરેના દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબા સાથે પ્રસ્તુત કરાઇ રહેલી બિન્ની એન્ડ ફેમિલી એક મોર્ડન બળવાખોર યુવતી, બિન્ની અને તેના રૂઢિચુસ્ત દાદાની હૃદયસ્પર્શી વાર્તા છે. લંડનના બેકગ્રાઉન્ડમાં શૂટ થયેલી આ ફિલ્મ હળવા અંદાજમાં પરંપરા અને આધુનિકતા વચ્ચેના નાજુક ઇમોશનલ બેલેન્સને દર્શાવે છે. જનરેશનલ ગેપના દૂર કરવા માટેના પડકારો અને સફળતાઓને સરસ રીતે બતાવે છે. હમ આપકે હૈ કૌન અને વિવાહ જેવી બોલિવૂડ ક્લાસિક ફિલ્મોની શ્રેણીમાં મૂકી શકાય તેવી બિન્ની એન્ડ ફેમિલીને વર્ષની જોવી જ પડે તેવી કૌટુંબિક ફિલ્મ તરીકે વધાવવામાં આવી રહી છે.અદાણી રિયલ્ટી દ્વારા સંચાલિત ધ બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના પ્રમોટર રાકેશ શાહે આ ફિલ્મ અંગેના તેમના વિચારો શેર કરતાં જણાવ્યું હતું કે, “તે આપણને યાદ અપાવે છે કે કૌટુંબિક વ્યવસ્થાને ટકાવી રાખવા અને તેની વૃદ્ધિ માટે જનરેશનલ ગેપને પૂરવો જરૂરી છે. જ્યારે માતા-પિતાએ યુવા પેઢીની લાગણીઓ અને આકાંક્ષાઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, ત્યારે યુવાનોએ તેમના વડીલોના ડહાપણ અને અનુભવોની કદર કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ ફિલ્મ તે સંતુલનને સુંદર રીતે કેપ્ચર કરે છે.”સુભાષ ઘાઈ, ડેવિડ ધવન અને કરણ જોહર જેવા બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ ફિલ્મની પ્રશંસા કરી છે. આજના સમયમાં તેની ઊંડી ઇમોશનલ ઇમ્પેક્ટ અને પ્રાસંગિકતાને સ્વીકારી છે. આ ફિલ્મમાં સુપ્રસિદ્ધ અભિનેતા પંકજ કપૂર, સારાભાઈ વિરુદ્ધ સારાભાઈના રાકેશ કુમાર રોશેશ અને એનિમલ ફિલ્મના સ્ટાર ચારુ શંકરને દર્શાવતી સ્ટારકાસ્ટ છે. વધુમાં, આ ફિલ્મ અભિનેતા વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવનની ફિલ્મ ઉદ્યોગમાં ધમાકેદાર એન્ટ્રી કરાવે છે. તેના મનમોહક અભિનયે ખાસી ચર્ચા જગાવી છે. તેના આગામી પ્રોજેક્ટ્‌સમાં સલમાન ખાન સાથેના એક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

 

Exit mobile version