Site icon Shri Nutan Saurashtra

Bihar ની દીકરીનો કમાલ, ગૂગલે 60 લાખનું પેકેજ ઓફર કર્યું

Bihar,તા,11

પોતાની પ્રતિભાનું મુલ્ય આજે નહીં તો કાલે પણ મળવાનું ચોક્કસ છે. આવા પ્રસંગો આપણને અવાર-નવાર સાંભળવા  મળતા હોય છે. અને આવું જ એક ઉદાહરણ તાજેતરમાં  બિહારમાં જોવા મળ્યું છે.

હકીકતમાં બિહારના ભાગલપુરની દીકરીને ગૂગલે 60 લાખ રૂપિયાનું પેકેજ આપ્યું છે, જે બાદ તેના પરિવારના સભ્યો અને સંબંધીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગૂગલમાં નોકરી મેળવીને બિહારની અલંકૃતા સાક્ષીએ તે બધા લોકો માટે એક નવી મિશાલ બની છે. જેઓ જીવનમાં ખરેખર કાંઈક કરવા માંગે છે અને તેમના માટે ઉદાહરણ રુપ રહેશે. અલંકૃતા એ દીકરીઓને પણ નવી દિશા આપવાનું કામ કર્યું છે,  જે જીવનમાં આગળ વધીને કંઈક કરવા માંગે છે.

કોણ છે અલંકૃતા સાક્ષી?

અલંકૃતા સાક્ષી બિહારના ભાગલપુર જિલ્લાના નવગાચિયા તાલુકાની સિમરા ગામની રહેવાસી છે. અલંકૃતાના પિતા શંકર મિશ્રા હાલમાં ઝારખંડના કોડરમામાં રહે છે. તેઓ કોડરમાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેની માતા રેખા મિશ્રા એક ખાનગી શાળામાં શિક્ષિકા છે. તેમના માતા-પિતા કોડરમા રહેતા હોવાથી તેમનું બાળપણ પણ ત્યાં જ વીત્યું હતું. અલંકૃતાએ કોડરમાથી દસમું ધોરણ પાસ કર્યું હતું. ત્યાર બાદ તેણે 12માં ધોરણમાં કોડરમા આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. અને એ પછી તેણે હજારીબાગમાંથી B.Techની ડિગ્રી મેળવી હતી.

B.Tech કર્યા પછી અલંકૃતા સાક્ષીને બેંગલોરમાં નોકરી મળી હતી. તેથી તે એ પછી તે બેંગલુરુમાં રહેવા ગઈ હતી. અહીં તેણે અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કર્યું. આ સમય દરમિયાન તેણે ગૂગલમાં નોકરી માટે પણ અરજી કરી હતી. તે પછી કંપની દ્વારા તેનું કામ જોવામાં આવ્યું અને ઈન્ટરવ્યુ કરવામાં આવ્યો જેમા તેને સિલેક્ટ કરવામાં આવી હતી. અને તેને 60 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે.

પરિવારના દરેક લોકો કરે છે નોકરી 

અલંકૃતાના લગ્ન વિશે વાત કરીએ તો, ભાગલપુર જિલ્લાના પોથિયા ગામના મનીષ કુમાર સાથે થયા છે. મનીષ બેંગ્લોરની એક સોફ્ટવેર કંપનીમાં પણ કામ કરે છે. અલંકૃતાના સસરા રાજીવ નયન ચૌધરી નવગચિયા સબ-ડિવિઝન ઓફિસમાં હેડ ક્લાર્ક તરીકે કામ કરે છે. અલંકૃતાની પસંદગી બાદ તેના ગામથી લઈને તેના સાસરિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક લોકોનું કહેવું છે કે, ગૂગલ જેવી કંપનીમાં સિલેક્શન થવુ તે ગર્વની વાત છે.

Exit mobile version