Site icon Shri Nutan Saurashtra

Bigg Boss 18માં જોવા મળશે ૧૮ સ્પર્ધકોની જંગ

ટીવીનો ફેમસ અને સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસ ૧૮ સીઝન ફરી એક વખત આવવા માટે તૈયાર છે

Mumbai, તા.૨૦

ટીવીનો ફેમસ અને સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસ ૧૮ સીઝન ફરી એક વખત આવવા માટે તૈયાર છે. હાલમાં બિગ બોસ ૧૮નો પ્રોમો પણ જાહેર કરવામાં આવ્યો છે. તેને લઈ એક અપટેડ પણ સામે આવ્યું છે. વિવાદિત રિયાલિટી શો બિગ બોસ ૧૮ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં મેકર્સે બિગ બોસ ૧૮નો પ્રોમો પણ જાહેર કર્યો છે. ટીવીના રિયાલિટી શો બિગ બોસને બોલિવુડ સુપરસ્ટાર હોસ્ટ કરશે. જેમ જેમ શો નજીક આવી રહ્યો છે. તેની ચર્ચા પણ થઈ રહી છે. સાથે સ્પર્ધકોને લઈ અનેક અટકળો પણ થઈ રહી છે. હજુ સુધી કોઈ સેલિબ્રિટીના નામ સામે આવ્યા નથી. આ શોમાં સમય સાથે જોડાયેલી થીમ જોવા મળી રહી છે. જે હાલમાં બિગ બોસ ૧૮નો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં સલમાન ખાન બોલતા સાંભળવા મળે છે કે, હવે બિગ બોસ જોશે ઘરનું ફ્યુચર, ઘરમાં થશે સમયનો તાંડવ. એટલે સ્પષ્ટ હશે કે, દર વખતની જેમ આ વખતે પણ કાંઈ યુનિક જોવા મળશે. હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ધીરજ કપૂર અને નિયા શર્માને બિગ બોસ ૧૮માં સામેલ કરવા માટે સાઈન કરવામાં આવ્યા છે. બિગ બોસ માટે શોએબ ઈબ્રાહિમનું નામ પણ સામેલ છે, રિપોર્ટ અનુસાર જ્યારે તે બિગ બોસ સાઈન કરે છે તો એક એનડીએ સાથે આવે છે. જેના માટે તે કાંઈ બોલતા નથી. આ વખતો શોમાં ૧૩ નહિ પરંતુ ૧૮ સ્પર્ધકો ભાગ લેતા જોવા મળશે. સાથે બોલિવુડ અભિનેત્રી ઈશા કોપિકર પણ બિગ બોસ ૧૮માં સામેલ થઈ શકે તેવી વાતચીત ચાલી રહી છે. હવે તે શોમાં સામેલ થશે કે નહિ તે આવનાર સમય જ જાણ થશે. આ સિવાય સમાચાર એવા પણ છે કે, નિયા શર્મા શોનો ભાગ નથી અને ધીરજનું નામ કન્ફર્મ છે. જેવો પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે ટિ્‌વટર પર બિગ બોસ ૧૮ ટ્રેન્ડ થઈ રહ્યું છે.એક રિપોર્ટ મુજબ ધીરજ આ સીઝનનો સૌથી મોંઘો સ્પર્ધક છે. તેમણે આ શોમાં સામેલ થવા માટે ૪ થી ૫ કરોડ રુપિયાનો ચાર્જ લે છે.

Exit mobile version