Rajkot:ભાજ૫ લીગલ સેલ અને ભાજપ પરીવાર દવારા વેલકમ નવરાત્રીને અભતપૂર્વ પ્રતીસાદ

એક લાખ વોટની સાઉન્ટ સીસ્ટમ અને  લાઈવ ઓરકેસ્ટ્રા તેમજ  નામી ગાયક કલાકારોના સથવારે તમામ  ખૈલેયાઓ મનમૂકીને નાચ્યા
Rajkot,તા.05
રાજકોટ ભાજપ લીગલ સેલ , મહિલા મોરચો , યુવા મોરચો અને ભાજપ પરીવાર દવારા વેલકમ નવરાત્રીનું આયોજન અટલ સરોવર ખાતે ભવ્ય આયોજન  કરવામાં આવેલું હતુ.આ કાર્યક્રમ અભૂતપૂર્વ  ૩૦૦૦ ખૈલેયાઓ  અને  ૨૦૦૦ થી વધુ લોકો નીહાળવા હાજર રહેલા હતા.
આ કાર્યક્રમમા એક લાખ વોટની સાઉન્ટ સીસ્ટમ સાથે લાઈવ ઓરકેસ્ટ્રા તેમજ નામી ગાયક કલાકારો દવારા તમામ ખૈલેયાઓને રમવા મજબુર કરેલા હતા. આ કાર્યક્રમ માં ખૈલેયાઓ માં બેસ્ટ પ્રીન્સ, પ્રીન્સેસ તથા વેલડ્રેસ ને ઈનામો આપીને ખેલૈયાઓને પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા.આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શીતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી માધવભાઈ દવે, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, ભાજપ અગ્રણી પરેશભાઈ ઠાકર, કિશોરભાઈ રાઠોડ, રાજભા સંતુભા, અને  માર્કેટીગ થાર્ડના ચેરમેન જયેશભાઈ બોધરા, કાર્યક્રમમાં ઉપસ્થીત રહા હતા. આ કાર્યક્રમમાં સીનીયર એડવોકેટ લલીતસીહ શાહી, જયદેવભાઈ શુકલ, એન.જે.પટેલ, લલીતભાઈ કાલાવડીયા, અશ્વીનભાઈ સેખલીયા, હરેશભાઈ દવે, નરેશભાઈ દવે, વીકાસભાઈ શેઠ, અર્જુનભાઈ પટેલ, કમલેશભાઈ શાહ, રૂપરાજસીહ પરમાર, મહેશભાઈ સખીયા, અજયભાઈ જોષી, તુષારભાઈ બસલાણી, દીલેશભાઈ શાહ, રંજનબેન રાણા, ચેતનાબેન કાછડીયા, અશ્વીનભાઈ ગોસાઈ,  સહીતના એડવોકેટઓ પોતાના પરીવાર સાથે ઉપસ્થીત રહેલ અને વેલ્કમ નવરાત્રીમાં ગરબાની મજા માણ હતી.
આ કાર્યક્રમ માં પ્રદેશ સહસંયોજક અનીલભાઈ દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા, સરકારી વકિલ મુકેશભાઈ પીપળીયા ખાસ ઉપસ્થીત રહયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં રક્ષીતભાઈ કલોલાનો વિશેષ આર્થીક  અને સંપૂર્ણ વ્યવસ્થામાં સહકાર પ્રાપ્ત થયો હતો.  સીનીયર જૂનીયર મહીલા વકિલ ઓ તથા ભાજપ લીગલ સેલ ના સંયોજક પીયુષભાઈ શાહ તથા સહ સંયોજક કમલેશભાઈ ડોડીયા , કોર કમીટીના સભ્યો સહીયારા સહયોગથી કાર્યક્રમ ને ભવ્ય સફળતા મલી હતી.

Leave a Comment