Site icon Shri Nutan Saurashtra

Bantwa ની શંકાસ્પદ લૂંટનો ભેદ ઉકેલાયો : ફરિયાદી જ આરોપી નીકળ્યો

સેલ્સમેન અને તેના સંબંધીઓના ઘરેથી તમામ મુદ્દામાલ કબ્જે

Bantwa,તા.૯
અમદાવાદની ગોલ્ડ પેઢીના બે સેલ્સમેનો પર બાંટવાના પાજોદ રોડ પર ત્રણ શખ્સોએ હુમલો કરી સોના, ચાંદી અને રોકડ મળીને 1.15 કરોડની લૂંટ ચલાવી લીધાની ફરિયાદ મળતા જૂનાગઢ પોલીસે નવ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. 48 કલાક સુધી તપાસનો ધમધમાટ ચલાવ્યા બાદ પણ કોઈ કડી નહિ મળતા પોલીસે ફરિયાદીની ઉલટ તપાસ શરૂ કરવામાં આવતા ખરેખર લૂંટ નહિ પણ લૂંટનું નાટક રચવામાં આવ્યાનું સામે આવ્યું છે.
બાંટવા નજીક પાજોદ રોડ ઉપર બે દિવસ પહેલા અમદાવાદની એક ગોલ્ડ પેઢીના બે સેલ્સમેન ઉપર છરી વડે હુમલો કરીને ત્રણ અજાણ્યા શખ્સો સોનું-ચાંદી અને રોકડ મળીને ૧.૧૫ કરોડની માલમતા લુંટીને ફરાર થયાની ઘટનામાં આખરે લોકલ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે, અને લુંટમાં ગયેલો મુદ્દામાલ ફરિયાદીના ઘર અને પરિચિતના ઘરમાંથી મળી આવ્યાનું સામે આવ્યું છે.
અમદાવાદના માણેક ચોકમાં આવેલી કલા ગોલ્ડ ફેક્ટરીના સેલ્સમેન યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાંગડે સોનું-ચાંદી અને રોકડ લઈને ધંધાર્થે નીકળ્યા હતા અને ગત તા.૬ ના રાતે ૮ કલાકે બાંટવાના પાજોદ નજીક ત્રણ અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરીને સોનું, ચાંદી અને 2.66 લાખ રોકડા મળીને રૂ.૧,૧૫,૮૨,૦૦૦ ની સનસનાટી ભરી લુંટ કરી હોવાની ફરિયાદ નોધાઈ હતી.
જે કેસમાં પોલીસે ૯ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો પરંતુ પોલીસને ૪૮ કલાક સુધી આરોપીની એકપણ કડી મળી ન હતી અંતે પોલીસે ફરીયાદીનું ક્રોસ ઈન્વેસ્ટીગેશન શરુ કર્યું હતું અને તેનું પગેરું લોકલ ક્રાઈમ બ્રાંચને અમદાવાદ તરફનું મળતા એલસીબી પી.આઈ. જે.જે. પટેલ સહિતની ટીમે અમદાવાદ ફરિયાદીના ઘરે અને તેના પરિચિતના ઘરે તપાસ કરીને સર્ચ કર્યું હતું, જે તપાસમાં સુત્રોમાંથી મળતી હકીકત અનુસાર ફરિયાદીના ઘરમાંથી પાંચ લાખ રોકડા મળી આવ્યા હતા.
જયારે તેના સસરાના ઘરમાંથી સોનાના દાગીના મળી આવતા તે તમામ મુદ્દામાલ પોલીસે કબજે કરી જૂનાગઢ પરત આવી છે. જયારે આ લુંટમાં ફરીયાદીનો ભાઈ મોહિતની પણ સંડોવણી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે. મળતી માહિતી મુજબ ગત ગુરુવારે મોહિત માણાવદર આવ્યો હતો અને ભાઈ યાજ્ઞિક પાસેથી સોનું-ચાંદી લઈને નીકળી ગયો હતો, જે અન્વયે તેના ભાઈની પણ પૂછતાછ કરવામાં આવી છે. જેની કાર પણ પોલીસે કબજે કરી છે.હાલ તો ફરીયાદી જ મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે,

Exit mobile version