લૂક બાબતે ટ્રોલ થતાં Ayesha Takia એ ઈન્સ્ટા એકાઉન્ટ બંધ કર્યું

પ્લાસ્ટિક સર્જરી બાબતે ટીકાથી ત્રાસી ગઈ

ચહેરો એટલી હદે બદલાઈ ગયો છે કે ઓળખાતી પણ નથી તેવી સોશિયલ મીડિયા પર ટીકા

Mumbai,તા.29

આયેશા ટાકિયાએ તેના બદલાયેલા લૂક અંગે થતી જાતભાતની ટીકાઓથી ત્રાસીને તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટીવેટ કરી નાખ્યું છે. આયેશા તાજેતરમાં બ્લૂ સાડી અને હેવી ગોલ્ડન નેકપીસ સાથે જોવા મળી હતી. લોકોએ તેની આ તસવીરો જોઈને કહ્યું હતું કે પ્લાસ્ટિક સર્જરીના કારણે તેનો ચહેરો સાવ બદલાઈ ગયો છે. કેટલાક લોકોએ કહ્યું હતું કે અભિનેત્રી આ લૂકમાં સ્હેજે ઓળખાતી પણ નથી. લોકોએ તેની પ્લાસ્ટિક સર્જરી ફેઈલ ગઈ હોવાની મજાક પણ ઉડાવી હતી.

આ બધી કોમેન્ટસથી  ત્રાસીને આયેશાએ છેવટે તેનું ઈન્સ્ટા એકાઉન્ટ જ બંધ કરાવી દીધું છે. આયેશાનો બદલાયેલો લૂક અગાઉ પણ ચર્ચાનો વિષય બન્યો હતો. તે એરપોર્ટ પર પોતાના પુત્ર સાથે જોવા મળી ત્યારે લોકોએ તેનો દેખાવ બદલાઈ ચૂક્યો હોવાની નોંધ લીધી હતી.

તે વખતે આયેશાએ ગુસ્સે થઈને કહ્યું હતું કે કોઈ સ્ત્રી કાયમ ચિર યુવાન દેખાય તેવું જરુરી નથી.

Leave a Comment