Site icon Shri Nutan Saurashtra

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર Akshar Patel પિતા બનવાના છે,સીમંત વિધિનો વીડિયો થયો વાઈરલ

Mumbai,તા.08

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પિતા બનવાના છે. તેની પત્ની મેહાની સીમંત વિધિનો વીડિયો  7 ઓક્ટોબરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં બંને આકર્ષક અંદાજમાં પોતાના પ્રથમ બાળકને આવકારતાં માતા-પિતા બનવાની ખુશીને વ્યક્ત કરી રહ્યા છે.

વડોદરામાં જાન્યુઆરી, 2023ના રોજ લગ્નના તાંતણે બંધાયેલા અક્ષર અને મેહાએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો રજૂ કરતાં કેપ્શન લખી હતી કે, ‘અ ગ્રેટ જોય ઈઝ કમિંગ’ (અત્યંત આનંદ આવી રહ્યો છે). દંપતિની આ જાહેરાત સાથે જ અક્ષરના ચાહકોએ શુભકામનાઓનો વરસાદ વહાવ્યો હતો. પત્ની મેહા ન્યુટ્રિશિયન અને ડાયટિશિયન છે.

અક્ષરે હાલમાં જ સંકેત આપ્યો હતો

અક્ષર બાપુએ હાલમાં જ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો પર ભારતીય ક્રિકેટ ટીમ સાથે હાજરી આપી હતી. જેમાં તેણે કંઈક મહત્ત્વના સમાચાર આવવાનો સંકેત આપ્યો હતો. આ સંકેત સાથે જ ચાહકોએ અવનવી અટકળો લગાવી હતી. અને હવે ઈન્સ્ટાગ્રામ પર મેટરનિટી (સીમંત)નો વીડિયો અપલોડ કરી માતા-પિતા બનવા જઈ રહ્યા હોવાના સમાચાર આપ્યા છે.

અક્ષર પટેલ બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ સિરિઝનો ભાગ રહ્યો હતો. પરંતુ 30 વર્ષીય ઓલ રાઉન્ડરને રમવાની તક મળી ન હતી. જ્યારે બાંગ્લાદેશ સામે ટી20 સિરિઝમાં તેને આરામ આપવામાં આવ્યો છે. જેથી તે તેની વિશેષ પળોને પરિવાર સાથે માણી શકે.

Exit mobile version