Donald Trump ઉપર હુમલાનો પ્રયાસ કરનારની ઓળખ બહાર આવી

રૂથ યુક્રેનને સહાય કરવા માટે યુવાનોની ભરતી કરતો હતો

America,તા.૧૭

અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રીપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરનારની ઓળખ બહાર આવી છે. તેની વય ૫૮ વર્ષની છે.

તેનું નામ રીયાન વેસ્લી રૂથ હોવાનું પામ બીચ કાઉન્ટીના શેરિફ રીક બ્રેડ શોયે જણાવ્યું હતું કે ફલોરિડા સ્થિત પોતાની ગોલ્ફ લિંક્સ ઉપર ગોલ્ફ રમી ટ્રમ્પ તેઓની પ્રચાર વ્યસ્તતામાંથી જરા શ્વાસ લેવા તેઓના મિત્ર સાથે ગોલ્ફ રમતા હતા ત્યારે તેમનાથી ૪૦૦-૫૦૦ વાર દૂરથી ગોલ્ફ લિંકસની ઝાંખરાની વાડ પાછળથી છુપાઈને ટ્રમ્પને ગોળી મારવાનો પ્રયત્ન કરતો હતો, ત્યાં જ અમેરિકાની આંતરિક જાસૂસી સંસ્થા એફબીઆઈના જવાનોએ તે રાયફલની નળી તરફ ગોળીબાર શરૂ કરતાં તે તેની એકે પ્રકારની રાયફલ તથા વાસે ભરાવી રખાતા બે બેક પેક્સ સ્થળ ઉપર જ પડતાં મુકી પોતાની કાળી નિસ્સાન કારમાં નાસી છુટયો હતો.

પરંતુ એફબીઆઈએ તેનો બરોબર પીછો કરી આઈ-૯૫ હાઈવે ઉપર ગોલ્ફ કોર્ટથી આશરે ૪૦ માઇલ દૂર ઓડા બાંધી દીધા હતા. રૂથ સમજી ગયો હતો કે હવે સંઘર્ષ થઈ શકે તેમ નથી, તેથી તે શરણે થઈ ગયો.સર્વવિદિત છે કે ટ્રમ્પ યુક્રેનને સહાય કરવાના વિરોધી છે. જ્યારે રૂથ યુક્રેનનો જબ્બર સમર્થક છે. યુદ્ધમાં યુક્રેનને સાથ આપવા યુવાનોની ભરતી પણ કરતો હતો.

યુક્રેન તરફનું રૂથ વલણ ધરાવે છે, ટ્રમ્પ યુક્રેનને સહાય કરવાના મતના નથી. તેથી જ રૂથે કદાચ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કર્યો હશે તેમ વિશ્લેષકએ જણાવ્યું હતું.

Leave a Comment