Site icon Shri Nutan Saurashtra

Rajkot શહેરમાં  વધુ એક  અકસ્માત જીવલેણ બન્યો

કોઠારીયા રોડ પર ફ્લોરન્સ પાર્ટી પ્લોટ નજીક વાહન અકસ્માતમાં   યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું

Rajkot,તા.૮
શહેરમાં  વધુ એક  અકસ્માત જીવલેણ બન્યો છે.જેમાં કોઠારીયા રોડ પર ફ્લોરન્સ પાર્ટી પ્લોટ નજીક વાહન અકસ્માતમાં  વેપારી યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. યુવકના  પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ નંદા હોલ નજીક મારતીનગર-૧માં કુળદેવી કૃપા ખાતે રહેતાં દિલીપભાઇ ધીરૂભાઈ રોકડ નામનો ૪૩ વર્ષનો યુવાન રાતે બાઈક લઈને કોઠારીયા રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં. ત્યારે ફ્લોરેન્સ પાર્ટી પ્લોટ નજીક એકસ્માત સર્જાતા ગંભીર ઈજા થઈ હતી. બનાવને પગલે લોકો એકઠા થઈ જતાં કોઈએ ૧૦૮ બોલાવતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના  રામશીભાઈ વરૂ, કેતનભાઈ નિકોલા, તોફિક્ભાઈ જુણાય, ભાવેશભાઈ મક્વાણા અને ધર્મેન્દ્રભાઇ હુદડે આજીડેમ પોલીસને જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ હરપાલભાઈ સોલંકી અને પ્રશાંતભાઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર દિલીપભાઈ રોક્ડ કનૈયા ચોક નજીક ધનલક્ષ્મી કરીયાણા નામની દુકાન ચલાવતાં હતાં. રાતે દુકાન વધાવી બાઇક પર ઘરે જઈ રહ્યા હતાં ત્યારે રસ્તામાં અકસ્માત નડયો હતો જે જીવલેણ નીવડ્યો હતો મૃતક યુવાન બે ભાઈ અને એક બહેનમાં નાના અને અપરિણીત હતાં. અકસ્માત  સર્જાયો ત્યારે કોઈ રાહદારીએ દિલીપભાઈના ફોનમાંથી તેમના સગાને જાણ કરતાં તેઓ પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં. બાઈક સ્લીપ થઇ જતાં બનાવ બન્યો કોઈ કોઈ વાહનની ઠોકરે ચડી ગયા? તે જાણવા આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Exit mobile version