Site icon Shri Nutan Saurashtra

Amreli ના રાજુલામાં ઢોરની અડફેટે આવતા અકસ્માત સર્જાયો

Amreli, તા.૧૦

રાજ્યમાં અકસ્માતની અવારનવાર બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર અકસ્માતની ઘટના અમરેલીમાં બની છે. અમરેલીના રાજુલામાં ઢોરની અડફેટે આવતા અકસ્માત સર્જાયો છે. ઓવર સ્પીડથી આવતા બાઈક ચાલકે રસ્તા પર બેઠેલા ઢોરની અડફેટે આવ્યો હતો.

આ સમગ્ર ઘટના જાફરાબાદ રોડ પર બની હતી. અકસ્માતના ઝ્રઝ્ર્‌ફ સામે આવ્યા છે. જો કે બાઈક સવાર ઢોરની અડફેટે આવતા તે ઈજાગ્રસ્ત થયો છે. જો કે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ આ અગાઉ પંચમહાલમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં ૫ના મોત થયા છે. ગોધરાના ગોલ્લવ પાસે સર્જાયો જોરદાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ઘટનાસ્થળે ૪ના મોત થયા હતા. જ્યારે સારવાર દરમિયાન ૧નું મોત થયુ છે. ઇજાગ્રસ્તોને ગોધરા બાદ અમદાવાદની હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ નીકળ્યું છે

Exit mobile version