Site icon Shri Nutan Saurashtra

Amul ની અમેરિકામાં સફળતા બાદ યુરોપના બજારમાં પ્રવેશવાની તૈયારી

અમૂલ બ્રાન્ડ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ નામની સહકારી સંસ્થાના સંચાલન હેઠળ ચાલે છે

New Delhi,તા.૭

અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયાપઅમૂલ દૂધની જાહેરાતમાં આવતી આ લાઈન બધાએ વાંચી અને સાંભળી હશે. હવે માત્ર ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ અમૂલનું દૂધ પીશે. અમેરિકન બજારમાં સફળતા મળ્યા બાદ અમૂલનું દૂધ યુરોપમાં પણ વેચાવા લાગશે. આ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો કોઈ યૂરોપિયન દેશોમાં ફરવા જશે તો ત્યાં પણ તે અમૂલ દૂધની મજા માણી શકશો. અમૂલ દૂધનું વાર્ષિક ટર્નઓવર ૮૦ હજાર કરોડ રૂપિયાનું છે

અમૂલ દૂધ, તે માત્ર એક નામ નથી પરંતુ દેશના લગભગ દરેક ઘર સાથે જોડાયેલી લાગણી છે. આ વર્ષે માર્ચમાં અમૂલનું દૂધ અમેરિકામાં પણ ઉપલબ્ધ થવા લાગ્યું હતું. અમૂલ દૂધે દેશની બહાર પગ મૂક્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો.

અમૂલ બ્રાન્ડ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ નામની સહકારી સંસ્થાના સંચાલન હેઠળ ચાલે છે. આ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, “અમૂલ દૂધ થોડા મહિના પહેલા અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યાં લોકોને તે ખૂબ ગમ્યું. કંપનીનો આ પ્રયોગ સફળ રહ્યો. અમૂલ દૂધ હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે.” મહેતાએ ઠન્ઇૈં દ્વારા આયોજિત ૧૧મા ડૉ. વર્ગીસ કુરિયન મેમોરિયલ વ્યાખ્યાનમાં આ માહિતી આપી હતી. મહેતાએ કહ્યું કે, ભારત હવે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક દેશ છે. આ ઉપરાંત, તે આવનારા વર્ષોમાં વિશ્વના કુલ દૂધમાંથી ત્રીજા ભાગનું દૂધ ઉત્પાદન માટે તૈયાર છે. ભારતની દૂધ ઉત્પાદન ક્ષમતા વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ૨૫% હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં દૂધનું ઉત્પાદન  (મિલિયન મેટ્રિક ટન) હતું. છેલ્લા દાયકામાં દૂધ ઉત્પાદન ૬% (વાર્ષિક)ના દરે વધ્યું છે.

અમૂલે આ વર્ષે માર્ચ મહિનામાં અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. અમૂલ દૂધ ભારતની બહાર કોઈ દેશમાં પ્રવેશ્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. અમૂલે અમેરિકામાં ચાર પ્રકારના મિલ્ક વેરિઅન્ટ લોન્ચ કર્યા હતા. જેમાં અમૂલ ફ્રેશ, અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમનો સમાવેશ થાય છે. આ માટે અમૂલે મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન  સાથે ભાગીદારી કરી હતી. આ અમેરિકાની ૧૦૮ વર્ષ જૂની ડેરી કોઓપરેટિવ છે.

વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં માથાદીઠ દૂધની ઉપલબ્ધતા વિશે વાત કરવામાં આવે તો, ભારતમાં લોકો પ્રતિ દિવસ ૪૫૯ ગ્રામ દૂધ છે, જ્યારે વિશ્વમાં લોકો પ્રતિ દિવસ ૩૨૨ ગ્રામ દૂધ પીવે છે. દૂધ માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થામાં પણ સુધારો કરે છે. મોટાભાગના ગ્રામીણ લોકો માટે દૂધ ઉત્પાદન એ આવકનો મુખ્ય સ્ત્રોત છે.

દેશના અર્થતંત્રમાં ડેરી ક્ષેત્રનું યોગદાન ૫ ટકા છે. લગભગ ૮ કરોડ ખેડૂતો તેની સાથે જોડાયેલા છે. નિષ્ણાતોના મતે આગામી ૫ વર્ષમાં ૧૫ ટકાથી વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે. ઘણા ડેરી સંબંધિત સ્ટાર્ટઅપ્સ પણ ઉત્તમ કામ કરી રહ્યા છે.

અમૂલ તેના ઉત્પાદનોના વેચાણથી વાર્ષિક મોટી આવક મેળવે છે. માર્ચ ૨૦૨૪માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેનું વાર્ષિક ટર્નઓવર લગભગ ૮૦ હજાર કરોડ રૂપિયા હતું. અમૂલના દેશભરમાં ૧૦૭ ડેરી પ્લાન્ટ છે. આ બ્રાન્ડ ૫૦થી વધુ ઉત્પાદનોનું વેચાણ કરે છે અને દરરોજ ૩૧૦ લાખ લિટર દૂધ એકત્ર કરે છે. દેશભરમાં અમૂલના લગભગ ૨૨ અબજ પેકેટનું વાર્ષિક વેચાણ થાય છે. તેની સાથે ૩૫ લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે.

 

Exit mobile version