Site icon Shri Nutan Saurashtra

ફેમિલી મેન થ્રીમાં Jaideep Ahlawat ની પણ એન્ટ્રી

મનોજ વાજપેયી સાથે સ્ક્રીન શેર કરશે

જયદીપની ભૂમિકા વિશે કોઈ ફોડ પડાયો નથીઃ નાગાલેન્ડમાં શૂટિંગમાં સામેલ થયો

Mumbai,તા.20

મનોજ વાજપેયીની વેબ સીરિઝ ‘ફેમિલી મેન થ્રી’માં હવે જયદીપ અહલાવતની પણ એન્ટ્રી થઈ છે. આ સીરિઝનું શૂટિંગ હાલ નાગાલેન્ડમાં ચાલી રહ્યું છે અને જયદીપ અહલાવત પણ ત્યાં પહોંચ્યો છે. 

જોકે, આ વેબ શોમાં જયદીપ ચોક્કસ કઈ ભૂમિકા ભજવી રહ્યો છે તેની વિગતો જાહેર કરાઈ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર નાગાલેન્ડમાં પહેલી ઓક્ટોબર સુધી શૂટિંગ થવાનુ છે. આ શૂટિંગમાં ૪૦૦ વ્યક્તિઓ જોડાયા છે અને લગભગ ૮૦ વાહનો ભાડા પર લીધા છે. નિર્માતાઓએ નાગાલેન્ડના સ્થાનીય અભિનેતાઓ આસામ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના લોકોને પણ કાસ્ટ કર્યા છે.

આ શોના અગાઉ બે ભાગ આવી ચૂક્યા છે. બંનેમાં મનોજ વાજપેયીની મુખ્ય ભૂમિકા હતી.

Exit mobile version