Site icon Shri Nutan Saurashtra

Alia Bhatt and Sharwari ની આલ્ફા આવતાં વર્ષે નાતાલમાં રીલિઝ થશે

Mumbai,તા.08

આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ આગામી વર્ષે નાતાલ વખતે રીલિઝ થશે. ફિલ્મની પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સ દ્વારા આ રીલિઝ ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતાં વર્ષે ડિસેમ્બરની ૧૯મીએ હોલીવૂડની ‘અવતાર, ફાયર એન્ડ એશ’ રજૂ થવાની છે. કપરંતુ, બીજી કોઈ મોટી બોલીવૂડ ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરાઈ નથી. આથી, યશરાજે આ સલામત તારીખ બૂક કરી હોવાનું મનાય છે.

યશરાજ દ્વારા સ્પાય યુનિવર્સ તૈયાર કરાયું છે. જોકે, સ્પાયની મુખ્ય ભૂમિકામાં હિરોઈનો હોય તેવી આ પહેલી ફિલ્મ હશે. ફિલ્મમાં બોબી દેઓલ નકારાત્મક ભૂમિકામાં છે.

તે ઉપરાંત અનિલ કપૂર પણ આલિયાના મેન્ટર તરીકેની ભૂમિકામાં છે.

બોલીવૂડમાં ચર્ચા અનુસાર આ  ફિલ્મમાં શાહરુખ ખાન પણ કેમિયો કરી રહ્યો છે. જોકે, આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ, થોડા સમય પહેલાં શર્વરી વાઘે સ્પાય યુનિવર્સમાં પોતાને શાહરુખ સાથે સ્ક્રીન શેર કરવા મળે તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. તે પરથી એવું મનાય છે કે ‘આલ્ફા’માં શાહરુખનો કેમિયો હોઈ શકે છે.

ફિલ્મમાં હૃતિક રોશન પણ તેની સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘વોર’ના પાત્રમાં કેમિયો કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે હૃતિ રોશનની ‘વોર ટૂ ‘ આવતાં વર્ષે જ ૧૪મી ઓગસ્ટેના રજૂ થવાની છે.

Exit mobile version