Site icon Shri Nutan Saurashtra

Navya Naveli Nanda પર ભડક્યાં ઐશ્વર્યા રાય બચ્ચનના ફેન્સ, સોશિયલ મીડિયા પર કરાઈ ટ્રોલ

Mumbai,તા,25

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં તેમના અંગત જીવનને કારણે સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન પેરિસ ફેશન વીકનો ભાગ બની હતી. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન તેની સગાઈની રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આટલું જ નહીં ઐશ્વર્યા રાય બચ્ચને રેમ્પ પર વોક કરીને લોકોને દિવાના બનાવ્યા હતા. બધા ઐશ્વર્યા રાય બચ્ચનને જોતા જ રહી ગયા હતા અને તેની પ્રશંસા કરી રહ્યા હતા. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનના કારણે અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ટ્રોલનો થઈ રહી છે. આ ટ્રોલિંગનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.

ઐશ્વર્યાના ફેન્સ થયા ગુસ્સે 

આલિયા ભટ્ટ પણ ‘પેરિસ ફેશન વીક 2024’નો ભાગ બની હતી. ફેશન વીક બાદ આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં આલિયા રેમ્પ પર વોક કરતી વખતે ફ્લાઈંગ કિસ કરતી જોવા મળે છે. આલિયાની પોસ્ટ પર તેની સાસુમા નીતુ કપૂર, નણંદ રિદ્ધિમા કપૂર સાહની અને મમ્મી સોની રાઝદાને કોમેન્ટ કરીને તેની પ્રશંસા કરી છે. જો કે લોકોનું ધ્યાન નવ્યા નવેલી નંદાની કોમેન્ટ પર ગયું હતું. નવ્યાએ આલિયાની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેને ચીયર કરી છે. કોમેન્ટમાં નવ્યાએ કંઈ લખ્યું નથી, માત્ર બે ઈમોજી શેર કર્યા છે. આ માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

મામીને પણ સપોર્ટ કરી લો- ઐશ્વર્યાના ફેન્સેએ કહ્યું 

લોકો કહે છે કે નવ્યા તેની મામી ઐશ્વર્યા રાય બચ્ચનને સપોર્ટ કરવાને બદલે આલિયા ભટ્ટને સપોર્ટ કરી રહી છે. નવ્યા નવેલી નંદાના જવાબમાં એકે લખ્યું, ‘ઐશ્વર્યા ક્વીન.’ તો કોઈએ કહ્યું, ‘થોડો સપોર્ટ મામીને પણ કરી લો’.

Exit mobile version