Site icon Shri Nutan Saurashtra

Air Arabia લાવ્યું 500,000 સીટ પર આકર્ષક બુકિંગ ઓફર, ફક્ત રૂ.5727થી શરૂ

New Delhi,તા,30

મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકાની લો કોસ્ટ એરલાઈન એર અરેબિયાએ ફરી પાછો સુપર સીટ સેલ શરૂ કર્યો છે. જેમાં તે મર્યાદિત સીટ આકર્ષક કિંમતે ઓફર કરશે. સુપર સીટ સેલ અંતર્ગત ગ્રાહક રૂ. 5727ની નજીવી કિંમતે યુએઈ ઉપરાંત અન્ય આઠ સ્થળોનો પ્રવાસ કરી શકશે. ઓફર મર્યાદિત 5 લાખ સીટ પર જ માન્ય છે. અર્થાત વહેલા તે પહેલાંના ધોરણે ગ્રાહકોને આ ઓફરનો લાભ આપશે. ઓફર 30 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબર સુધી બુકિંગ માટે ઉપલબ્ધ રહેશે. ઓફરનો લાભ લેનારા ગ્રાહકો 1 માર્ચ, 2025થી 25 ઓક્ટોબર, 2025 દરમિયાન મુસાફરી કરી શકશે. જેનો લાભ નોનસ્ટોપ ફ્લાઈટ્સ પર જ માન્ય છે.

આ ઓફર હેઠળ ભારતથી યુએઈના ત્રણ એરપોર્ટ (શારજહાં, અબુધાબી, અને રાસ અલ ખૈમા) અને મિલાન, વોર્સો, ક્રાકો, એથેન્સ, મોસ્કો, બાકુ, તિબિલિસી, અલ્માટી સહિત અન્ય ઘણાં સ્થળોની મુલાકાત રૂ. 5727ની નજીવી કિંમતે વન-વે નોન સ્ટોપ ફ્લાઈટ દ્વારા લઈ શકાશે.

સુપર સીટ સેલની સુવિધા

આ ઓફર હેઠળ મુંબઈ, દિલ્હી, અમદાવાદ, જયપુર, નાગપુર, કોલકાતા, ગોવા, બેંગ્લુરૂ, કોચી, હૈદરાબાદ, ચેન્નઈ, તિરૂવંતપુરમ, કોચી, કોઈમ્બતુર, અને કોઝિકોડેથી રૂ. 5727ના નજીવા ખર્ચે યુએઈના શારજહાં, અબુધાબી અને રાસ અલ ખૈમા અને અન્ય આઠ સ્થળોની નોન સ્ટોપ ફ્લાઈટ મુસાફરી કરી શકાશે.

યુએઈ, મોરોક્કો, ઈજિપ્તમાં તેના પાંચ સ્ટ્રેટેજિક હબ સાથે 200 રૂટ પર સંચાલિત એર અરેબિયા એવિએશન ઈન્ડસ્ટ્રીની ટોચની એરલાઈન તરીકેની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહી છે. સૌથી નીચા દરે ફ્લાઈટ ઓફર કરવા માટે એર અરેબિયા પ્રચલિત છે. જે ઓછા ભાડામાં તેના ગ્રાહકોને અનુકૂળ અને શ્રેષ્ઠ સેવાઓ સાથે હવાઈ મુસાફરીનો યાદગાર અનુભવ કરાવવા પર ફોકસ કરનારી એવોર્ડ વિનિંગ એરલાઈન છે.

Exit mobile version