Site icon Shri Nutan Saurashtra

ઈન્ડિયન ટૂ નિષ્ફળ જતાં હવે ત્રીજો ભાગ સીધો OTT પર આવશે

Mumbai,તા.04

કમલ હાસનની ‘ઈન્ડિયન ટૂ’ ટિકિટબારી પર ફલોપ જતાં હવે ત્રીજો ભાગ સીધો ઓટીટી પર જ રીલિઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું મનાય છે. કમલ હાસન માત્ર સાઉથમાં જ નહીં પરંતુ ભારતભરમાં લોકપ્રિય કલાકાર મનાય છે. આમ છતાં આ  ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ કરવાનો નિર્ણય મજબૂરીથી લેવાયો છે.

આ ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ થયો હતો. પરંતુ, બીજા ભાગમાં ફિલ્મ બહુ રેઢિયાળ અને નબળી બની હોવાના રિવ્યૂ આવ્યા હતા. દર્શકોએ પણ આ ફિલ્મ નકારી કાઢી હતી. કમલ હાસન અને દિગ્દર્શક શંકર વચ્ચે સર્જાયેલા ગંભીર મતભેદોની અસર આ ફિલ્મ પર પણ પડી હતી.બીજા અને ત્રીજા ભાગનું શૂટિંગ લગભગ સમાંતર જ કરાયું હતું. આથી નિર્માતા ત્રીજા ભાગ માટે પૂરતો ખર્ચો કરી ચૂક્યા છે. હવે બીજા ભાગની ખોટ અને ત્રીજા ભાગનો ખર્ચો એ બંને રિકવર કરવાની મથામણ તેઓ કરી રહ્યા છે. આથી તેમણે થિયેટરમાં રીલિઝ નો ખર્ચો ટાળી સીધાં કોઈ ઓટીટી પ્લેટફોર્મનો સંપર્ક કર્યો હોવાનું માનવામાં આવે છે.

Exit mobile version