Mumbai, તા,22
અભિનેતા સૂર્યાની આગામી ફિલ્મ કંગુવા ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. તેવામાં આ ફિલ્મમાં તેના ત્રણ અલગ-અલગ અવતાર જોવા મળવાના હોવાની વાત છે.
નિર્માણ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, ફિલ્મ કંગુવામાં સૂર્યા ૩ અવતારમાં જોવા મળવાનો છે. અત્યાર સુધી ન જોવા મળેલા તેના આ લુક માટે તેણે ઘણું ટાન્સફોર્મેશન કર્યું છે. તેનું દરેક પાત્રનો અલગ લુક હશે જે અત્યાર સુધીમાં જોવા મળ્યો નથી. તેના લુક ફિલ્મની વાર્તા સાથે સંકળાયેલા હશે.
સૂર્યાની કંગુવા ફિલ્મ આ વરસની સૌથી વધુ બજેટ ધરાવતી ફિલ્મ હોવાનું કહેવાઇ રહ્યું છે. આ ફિલ્મ બનાવામાં ૩૫૦ કરોડ રૂપિયાથી વધુ નાણાં રોકવામાં આવ્યા છે. જે પુષ્પા અને સિંઘમ જેવી ફિલ્મો કરતાં પણ વધુ બજેટ ધરાવે છે.
રસપ્રદ છે કે, આ ફિલ્મને બે ભાગમાં બનાવામાં આવી છે. જેમાંનો એક ઓગસ્ટ મહિનામાં રિલીઝ કરવામા ંઆવશે અને બીજી ૨૦૨૭માં જાન્યુઆરીમાં રિલીઝ કરવાની યોજના છે.